For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નડિયાદઃ સોનીના વેપારીને નિશાન બનાવી ચલાવી 13 લાખની લૂંટ

|
Google Oneindia Gujarati News

nadiad
નડિયાદ, 27 નવેમ્બરઃ કપડવંજ શહેરના દેસાઇવાડા પાસે સોનીના વેપારી પર ગિલોલ વડે હુમલો કરી 13 લાખાના સોના-ચાંદીના દાગીનાની લૂંટ ચલાવવામાં આવી છે. છ જેટલા શખ્સો ત્રણ બાઇક પર ઘાતક હથિયાર સાથે આવ્યા હતા અને વેપારીને નિશાન બનાવી લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા. જે દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા વેપારીના સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. બીજી તરફ ફરાર થઇ ગયેલા લૂંટારાઓને પકડવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર કપડવંજના દેસાઇવાડામાં રહેતા ચિન્ટુભાઇ શાંતિલાલ શાહ અને તેમના સસરા સાંજે જૂની નટરાજ ટોકિઝ પાસે આવેલી પોતાની દુકાનને બંધ કરીને ઘરે પરત ફરી રહ્યાં હતા, તે દરમિયાન તેમનીપાસે અંદાજે 13 લાખના સોના-ચાંદીના દાગીના થેલામાં ભરેલા હતા, જ્યારે તેઓ શ્રીમાળીવાડા અને દેસાઇવાડાની વચ્ચેથી પસાર થયા ત્યારે તેમના પર પાઇપ, તલવાર સહિત ઘાતક હથિયાર સાથે છ શખ્સો ત્રણ બાઇક પર આવ્યા અને ચિન્ટુભાઇ પર ગિલોલ વડે હુમલો કર્યો હતો, જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. બાદમાં આ શખ્સોએ તેમના માથા પર પાઇપ ફટકારી 30 સેકન્ડમાં દાગીના ભેરલો થેલો લઇને ફરાર થઇ ગયા હતા.

આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે લૂંટ ચલાવનારાઓને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ચિન્ટુભાઇને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. લૂંટના આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઇ છે.

English summary
13 lacs looted in Nadiad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X