For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

25 March: ગુજરાતના મુખ્ય સમાચારો પર એક નજર

|
Google Oneindia Gujarati News

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદમાં હિટવેવ:

અમદાવાદમાં હિટવેવ:

મોડેમોડે પણ ઊનાળો આખરે આવ્યો ખરી. અમદાવાદીઓ હવે ગરમીનો અનુભવ કરી રહ્યા છે. તામાનમાં 4 ડિગ્રીનો વધારો થયો. અમરેલીમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું.

ગુજરાતીઓને બખ્ખા

ગુજરાતીઓને બખ્ખા

ગુજરાતમાંથી મીડલઇસ્ટ તરફ વિદેશ પ્રવાસ કરવાનારા મુસાફરો માટે એક આનંદના સમાચાર છે. હવે અમદાવાદથી અબુધાબી જવા માટે નોનસ્ટોપ ફ્લાઇટ મળી રહેશે.

સાબરમતી નદીમાં છ લોકોએ કરી આત્મહત્યા

સાબરમતી નદીમાં છ લોકોએ કરી આત્મહત્યા

અમદાવાદમાં આવેલી સાબરમતી નદીના જુદા જુદા બ્રિજ પરથી ગઇકાલે છ લોકોએ પડતુ મૂકી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.

વિધાનસભામાં સરકારની કબૂલાત

વિધાનસભામાં સરકારની કબૂલાત

બહુચરાજી મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન હાલમાં જ મંદિરનું મુખ્ય ગુબ્બટ પડી ભાંગ્યું હતું. જોકે રાજ્ય સરકાર તરફથી યાત્રાધામ વિકાસ પ્રધાને એવી કબૂલાત કરી હતી કે રિનોવેશન બાદ મંદિરની ઊંચાઇ ઘટી છે. જેના કારણે ભક્તોની ધાર્મિક લાગણી દુભાઇ છે.

અહેમદ પટેલના મોદી પર પ્રહાર

અહેમદ પટેલના મોદી પર પ્રહાર

અહેમદ પટેલે કેન્દ્ર સરકાર પર ઉઠાવ્યા સવાલો. ચીન માટે વિઝા નિયમો હળવા કરવા મામલે કર્યા સવાલ. પહેલા અરૂણાચલના સ્ટેપલ વિઝાનો પ્રશ્ન ઉકેલવા જણાવ્યું.

અમદાવાદ વેપારીઓ ચિંતામાં

અમદાવાદ વેપારીઓ ચિંતામાં

કાલુપુર ટંકશાળ વિસ્તારમાં એક જ રાતમાં ચાર દુકાનોના તાળા તૂટ્યાં
વેપારીઓ ચિંતાતુર બન્યા.કાલુપુર પોલીસે તપાસ હાથ ધરી છે.

English summary
25 March: Gujarat's top news read with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X