For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાઇપ્રોફાઇલ મહેફિલમાં 4 આરોપીના 4 દિવસના રિમાંડ મંજૂર

વડોદરાના હાઇપ્રોફાઇલ કેસમાં પકડાયેલા 273 વ્યક્તિઓ પૈકી મુખ્ય 4 આરોપીઓને ગઇ કાલે રાતે જજના બંગલે રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના 4 દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા હતા...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

વડોદરાના હાઇપ્રોફાઇલ કેસમાં પકડાયેલા 273 વ્યક્તિઓ પૈકી મુખ્ય 4 આરોપીઓને ગઇ કાલે રાતે જજના બંગલે હાજર કરવામાં આવ્યા હતા જ્યાં તેમના 4 દિવસના રિમાંડ મંજૂર કરવામાં આવ્યા હતા.

hiprofile

અખંડ ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્ર શાહ અને તેમના દીકરા અલય શાહ તેમજ બે ડ્રાઇવર સહિત કુલ ચાર વ્યક્તિઓને ગઇ કાલે રાતે જજના બંગલા પર હાજર કરવામાં આવ્યા હતા. પોલિસે 5 દિવસના રિમાંડ માંગ્યા હતા પરંતુ જજે 4 દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે વડોદરાના અંપાડમાં આવેલા અખંડ ફાર્મ હાઉસની માલિકી ધરાવતા જીતેન્દ્ર શાહની પૌત્રીની સગાઇના દિવસે યોજેલી પાર્ટીમાં દારુની મહેફિલનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જ્યાં પોલિસે અચાનક દરોડા પાડતા 136 મહિલા સહિત કુલ 273 માલેતુજારો ઝડપાયા હતા. જેમાં રાજ્યના અગ્રણી ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિત પૂર્વ ક્રિકેટરો પણ સામેલ હતા. પોલિસે વિદેશી બ્રાંડની બોટલો સહિત કુલ 18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં એક બોટલની કિંમત સાતથી આઠ હજારની હતી.

દારુની મહેફિલમાં પકડાયેલા લોકો સામે પ્રોહિબીશનની કલમ 66(1) બી, 81, 84, 86, 90 મુજબ ગુનો નોંધી જામીન આપવામાં આવ્યા હતા. આ ગુનામાં 10 વર્ષની સજાની જોગવાઇ છે. ઉપરાંત જે લોકોના રિપોર્ટ પોઝીટીવ આવશે તેમને નોટિસ પાઠવી ચાર્જશીટમાં આરોપી તરીકે મૂકવામાં આવશે.

English summary
4 day remand for 4 people in vadodara hiprofile liquor prohiobition case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X