For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં 45 IAS અધિકારીઓની બદલી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં બદલીઓનો દોર શરૂ થઇ ગયો છે, 45 IAS અધિકારીઓની બદલીનો નિર્ણય લેવામાં આવ્યો છે.

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતના કલેકટર, 2 અગ્ર સચિવ સહિત 45 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આઇપીએસ અધિકારીઓની બદલીની ચર્ચા પણ હાથ ધરાઈ હતી.

gujarat

અગ્ર સચિવ એમ.કે.દાસની રાજ્યના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ તરીકે નિમણુક કરવામાં આવી છે. અગ્ર સચિવ સંગીતા સિંહને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અગ્ર સચિવ તરીકે નિમવામાં આવ્યા છે. કલેકટર, DDO સહિત આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

અહીં વાંચો - યુવા મોરચાના પ્રભારી અને સાંસદ અભિષેક સિંઘ ગુજરાતની મુલાકાતેઅહીં વાંચો - યુવા મોરચાના પ્રભારી અને સાંસદ અભિષેક સિંઘ ગુજરાતની મુલાકાતે

ચૂંટણી નજીક આવી રહી હોવાથી રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થઇ ગયો છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં બેઠકો પણ વધી રહી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ મોટી સંખ્યામાં આઇપીએસ અધિકારીઓની બદલી થવાની પણ શક્યતા છે.

English summary
45 IAS officers got transferred before the Gujarat Assembly election 2017.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X