For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો આજે શું ખબર છે, આપણા ગુજરાતના

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્ય સમાચારો પર ફેરવો ફટાફટ નજર. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ધટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. તસ્વીરો સાથે જુઓ ગુજરાતના તમામ મહત્વના સમાચાર ફાસ્ટ ફાસ્ટ.

મુખ્ય સમાચારોને તસ્વીરમાં જોવા કરો અહીં ક્લીક...

સુરતના બાળકોએ લીધી પ્રતિજ્ઞા

સુરતના બાળકોએ લીધી પ્રતિજ્ઞા

સુરત ગુરુકુળના વિદ્યાર્થીઓએ લીધી પ્રતિજ્ઞા. આ હોળીમાં તે બચાવશે પાણી. નહીં રમે પાણીની હોળી. એટલું જ નહીં સ્વાઇ ફ્લુથી મરનારાને પણ આપી વિદ્યાર્થીઓએ ભાવભીની શ્રદ્ઘાજંલી.

15 ફૂટ ઊંચી હોળી પર 20 ફૂટની હોળીકાનું પૂતળું

15 ફૂટ ઊંચી હોળી પર 20 ફૂટની હોળીકાનું પૂતળું

હોળીના પવિત્ર તહેવાર પર પોરબંદરમાં અલગ અલગ જગ્યાએ 20 થી 30 ફૂટની હોલીકાના પૂતળાઓને હોળી દહન માટે તૈયાર કરવામાં આવી. જેમાં કામદાર ચોકમાં હોલીકાનું 20 ફૂટ ઊંચું પૂળતું હોળી દહન માટે તૈયાર કરવામાં આવ્યું છે.

દમણમાં હોળી પહેલા થઇ હોટલો ફૂલ

દમણમાં હોળી પહેલા થઇ હોટલો ફૂલ

સ્વાઇન ફ્લુનો ભય એક બાજુ જ્યાં તોળાઇ રહ્યો છે, ત્યાંજ બીજી તરફ દમણમાં હોળી-ધૂળેટીના તહેવારને રંગેચંગે ઉજવવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી ગયા છે. જેના લીધે દમણથી હોટલો થઇ ગઇ છે ફુલ.

વિધાનસભા બહાર ક્રોંગ્રેસ એમએલએની ધમાલ

વિધાનસભા બહાર ક્રોંગ્રેસ એમએલએની ધમાલ

વિધાનસભા ફરી થઇ ધમાલ. વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ પ્રશ્વોતરી કાળ પહેલા પ્રવિણાબેન હત્યા મામલે ચર્ચા માંગી. પણ આ માંગણી નામંજૂર થતા ક્રોંગ્રેસી ધારાસભ્યોએ દલિત વિરોધી સરકારના નારા લગાવી વિધાનસભાના કાર્યક્રમને ખોર્વ્યો.

સુરતમાં ખેલાઇ લોહીની હોળી

સુરતમાં ખેલાઇ લોહીની હોળી

પાંડેસરના કુખ્યાત બુટલેગર જગ્ગા પ્રધાનને હરીફ ગેંગ નાંખ્યો રહેસી. ઉપરા ઉપરી છરાના 18 ઘા ઝીંકી ઉતાર્યો મોતના ઘાટ. પોલિસે તપાસ હાથ ધરી છે.

બાળવધુએ કહ્યું મને બચાવો

બાળવધુએ કહ્યું મને બચાવો

જેતપુર તાલુકાના નવાગઢ ગામમાં થનાર બાળલગ્નને અટકાવા ખુદ વધુએ લીધો પોલીસનો આસરો કહ્યું મારા પિતાએ 50,000માં કર્યો છે મારો સોદો. 17 વર્ષીય બાળવધુ પોલીસની સામે આવી કર્યો ખુલાસો.

કપૂર નાંખી કરો સ્વાઇન ફ્લુની હોળી

કપૂર નાંખી કરો સ્વાઇન ફ્લુની હોળી

સોશિયલ મીડિયા પર હોલિકા દહનમાં કપૂર નાખી સ્વાઇન ફ્લૂ સામે લડત આપવામાં લોકોને મદદરૂપ થવાની અપીલ કરી છે. ત્યારે વિશેષજ્ઞોનું માનવું છે કે કપૂર, સ્વાઇન ફ્લુના વાયરસનો સંપૂર્ણ નાશ તો નહીં કરે પણ તેની અસર ધીમી ચોક્કસથી કરશે.

માતાજીએ લૂંટી ભક્તની ઇજ્જત

માતાજીએ લૂંટી ભક્તની ઇજ્જત

અમદાવાદના યુવકે કેન્સર ત્રસ્ત પત્નીનો ઇલાજ કરાવા છીપડી ગામના કથિત માતાજીની શરણ લીધી. જ્યાં માતાજીએ ઇલાજના નામે તેની પર બળાત્કાર કર્યો અને તેની પાસેથી દસ લાખ રૂપિયા પણ પડાવી લઇ ફરાર થઇ ગઇ. આ અંગે દહેગામ પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી છે.

English summary
5 March Read today top news of gujarat in pic.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X