રાજ્યભરમાં 57મા ગુજરાત સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

ગુજરાતના 57મા સ્થાપના દિવસની ઉજવણી અમદાવાદ શહેરમાં કરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે.

Subscribe to Oneindia News

ગુજરાત સ્થાપના દિવસ એટલે કે 1 મે, જેની ભવ્ય ઉજવણીનું સરકારે પહેલેથી આયોજન કર્યું હતું. 57મા સ્થાપના દિવસની ઉજવણી અમદાવાદ શહેરમાં કરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહથી અમદાવાદ શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. અમદાવાદ શહેરને રોશનીથી શણગારાયું છે.

gujarat day

વિવિધ કાર્યક્રમોનું આયોજન

30મી એપ્રિલે પણ ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે યોજાયા હતા. આજે ગુજરાત ગૌરવ દિન ની ઉજવણી નિમિતે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આજે GMDC ગ્રાઉન્ડ અને રીવરફ્રન્ટ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે.

gujarat day

વિકાસ કામોનું લોકાર્પણ

ગુજરાત ગૌરવ દિનની ઉજવણી માટે છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં વિવધ કાર્યક્રમો અને વિકાસના કામોનું લોકાર્પણ કરી ઉજવણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મંત્રીમંડળના સભ્યો હસ્તે 30 એપ્રિલના રોજ 20 જેટલા લોકાર્પણ થયા હતા. આજે પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં વસ્ત્રાપુર ખાતે સરકારી નવી કચેરીઓ, અસારવા સિવિલ હોસ્પિટલના નવા ભવનો અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે OPDનું લોકાર્પણનો સમાવેશ થાય છે.

gujarat day

રીવરફ્રન્ટ ખાતે આતશબાજી

અમદાવાદ શહેરના રીવરફ્રન્ટ ખાતે રાત્રે 12 વાગ્યે ધમાકેદાર આતશબાજી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો રીવરફ્રન્ટ ખાતે ઉપસ્થિત રહી ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી અને કાર્યક્રમોની મજા માણી હતી.

અહીં વાંચો - હાર્દિકના વતનમાં BJP યુવાપ્રમુખ ઋત્વિજ પટેલનો રોડ શો

ગુજરાત ગૌરવ દિનની ઉજવણીની અન્ય તસવીરો જુઓ અહીં..

gujarat day

gujarat day

gujarat day

gujarat day

gujarat day

English summary
57th Gujarat Day celebration at Ahmedabad.
Please Wait while comments are loading...