For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos : ગુજરાતના આણંદ ખાતે ઉજવાયો 68મો ગણતંત્ર દિવસ

આણંદ ખાતે આજે સીએમ વિજય રૂપાણીની હાજરીમાં 68માં ગણતંત્ર દિવસની ભવ્ય ઉજવણી થઇ. જુઓ તસવરો.

|
Google Oneindia Gujarati News

આજે જ્યાં ભારતભરમાં 68માં ગણતંત્રની ઉજવણી ભારે ધૂમધામ સાથે સમગ્ર દેશમાં થઇ રહી છે. ત્યારે ગુજરાતમાં પણ આણંદ ખાતે ભારે હર્ષોઉલ્લાસ સાથે 68માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આણંદના વલ્લભવિદ્યાનગરના શાસ્ત્રી મેદાન આજે સવારે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

vijay rupani 68 republic day

જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ હાજરી આપી હતી. રાજ્યકક્ષાના આ પ્રજાસત્તાક પર્વમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઓ.પી.કોહલીએ ધ્વજવંદન કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી.

gujarat police

ધ્વજવંદન બાદ વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. આ વખતના કાર્યક્રમમાં શ્રમિક કલ્યાણ, કૃષિ અને સહકાર વિભાગ તેમ કુલ 33 ટેબ્લોને રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ થીમ પર આધારિત આ રંગારંગ કાર્યક્રમે દર્શકોનું ભારે મનોરંજન કર્યું હતું. આ ટેબ્લોમાં પર્યાવરણ લક્ષી ઇંધણ, વિજયની બચત, હાથવગી સલામતી, વ્યસનમુક્ત ગુજરાત, ઇ ક્લાસ જેવી ઝાંખીઓને રજૂ કરવામાં આવી હતી.

68 republice day gujarat

સાથે જ ડેર ડેવિલ કાર્યક્રમ પણ થયા હતા. વધુમાં પોલીસના જવાનોની પરેડે પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. મોટી સંખ્યામાં આવેલા બાળકો અને જાહેર જનતાએ આણંદ ખાતે યોજવામાં આવેલા આ પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમની મજા માણી હતી.

pared

ધ્વજવંદન પછી પોલીસ જવાનોની પરેડથી કાર્યક્રમની શરૂઆત થઇ હતી. નોંધનીય છે કે આજે સવારે જ સીએમ રૂપાણીએ તમામ ભારતીયોને 68માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં અદ્ધભૂત ડેર ડેવિલ એક્ટ પણ થયા હતા.

pared

જે હાજર લોકોનું ભરપૂર મનોરંજન કરશે. ત્યારે વલ્લભ વિદ્યાનગર ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમની ડ્રૉન દ્વારા પણ કેટલીક તસવીરો લેવામાં આવી હતી. વળી અશ્વ અને શ્વાસ ટીમો દ્વારા રજૂ કરવામાં આવેલા કાર્યક્રમો જોઇને ત્યાં હાજર લોકો ઉત્સાહિત થયા હતા.

pared

English summary
68 Republic day : Gujarat CM Vijay rupani celebrated it at Anand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X