For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''મારે દિલ્હી હોવું જોઇતું હતું, પણ મોદીજીએ મને ના બોલાવી''

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 26 જાન્યુઆરી: જ્યાં આખો દેશ ગણતંત્ર દિવસ સમારંભની ઉજવણીમાં તડાબોર છે, ત્યાં અમેરિકન મીડિયાનું ધ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પત્ની જશોદાબેન પર છે. અમેરિકન મીડિયાએ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબાના સ્વાગત સમારંભમાં મોદીની પત્નીની ગેરહાજરી પર સવાલ ઉઠાવી રહી છે.

jashodaben
અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટે જશોદાબેન સાથે વાત કરી અને તેમના આ અંગે વિચાર જાણવાનો પ્રયાસ કર્યો છે. આ સમાચાર અનુસાર દિલ્હી નહીં બોલાવવા પર જશોદાબેન નારાજ છે. તેમણે ઓબામાના આગમનનું સીધુ પ્રસારણ ટીવી પર જોયું. મિશેલ અને બરાક ઓબામાની સાથે મોદીને જોઇને તેમણે જણાવ્યું કે મને ખબર છે કે જ્યારે ઓબામાનું સ્વાગત થઇ રહ્યું હતું ત્યારે મારે પણ દિલ્હીમાં હોવું જોઇતું હતું પરંતુ મોદીજીએ એવું નથી ઇચ્છતા. તેઓ મને દિલ્હી બોલાવવા નથી માંગતા, તેનાથી મને કોઇ ફર્ક નથી પડતો.

જશોદાબેને જણાવ્યું કે જો તેઓ મને આજે પણ બોલાવશે તો હું આવતી કાલે પહોંચી જઇશ પરંતુ હું પહેલા ક્યારેય નહીં જઉ, તેમણે મને બોલાવવી પડશે. જશોદાબેન મોદી દ્વારા ખુદને ટાળવાના કારણે નારાજ દેખાઇ. તેમણે જણાવ્યું કે હું સામેથી ક્યારેય નહીં જઉ. મારું પણ આત્મસન્માન છે, જેને હું નહીં ડગવા દઉ. અમારા બંનેની વચ્ચે હેસિયતની કોઇ વાત નથી, અમે બંને માણસ છીએ. જો તેઓ મને બોલાવશે તો હું તુરંત પહોંચી જઇશ.

English summary
Jasodaben Modi said that she is waiting for him. But when Indian Prime Minister Narendra Modi dined with Barack and Michelle Obama at a glittering banquet Sunday night, his wife wasn’t by his side.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X