For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની AXIS બેંકમાં આઇટીની સર્ચ પૂર્ણ, 4 ખાતામાંથી 89 કરોડ ટ્રાંસફર થયા

AXIS બેંકની મેમનગર શાખામાં ગઇકાલથી આવક વેરા દ્વારા શરુ થયેલુ સર્ચ ઓપરેશન આજે પૂર્ણ થયુ છે. આ સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યુ હતુ...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

AXIS બેંકની મેમનગર શાખામાં ગઇકાલથી આવક વેરા દ્વારા શરુ થયેલુ સર્ચ ઓપરેશન આજે પૂર્ણ થયુ છે. આ સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યુ હતુ. ઇમેલ દ્વારા મળેલી ફરિયાદને આધારે AXIS બેંકમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. સર્ચ બાદ આવકવેરા વિભાગે બેંકમાંથી કોમ્પ્યુટર, હાર્ડ ડિસ્ક અને અમુક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. આવક વેરા વિભાગના ડિરેક્ટરે જણાવ્યુ હતુ કે સર્ચમાં 19 ખાતામાં શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા. 4 બેંક ખાતામાંથી 89 કરોડ ટ્રાંસફર કરવામાં આવ્યા હતા.

axis bank

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીયકૃત, ખાનગી અને સહકારી બેંકોમાં ગોટાળા અને કૌભાંડોની ફરિયાદો થવાને પગલે કેન્દ્ર સરકારે આ પ્રકારની માહિતી ઇમેલ દ્વારા આવક વેરા વિભાગને આપવાનો અનુરોધ કર્યો છે. અત્યાર સુધીમાં આવક વેરા વિભાગને ચાર હજારથી વધુ ઇમેલ મળ્યા છે. આવા ઇમેલના આધારે જ આવક વેરા વિભાગે AXIS બેંકની મેમનગર શાખામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

English summary
ahmedabad axis bank search operation over, 89 crore transfer from 4 accounts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X