For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાજીથી મળેલા દેશી બોમ્બ અંગે તપાસમાં શું બહાર આવ્યું જાણો

અંબાજીના શક્તિદ્વાર પાસેથી જે બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી. તે પર પોલીસ તપાસમાં શું બહાર આવ્યું જાણો અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

માં અંબાના દર્શન કરવા માટે રોજ લાખો ભક્તો અંબાજી મંદિર આવે છે. ત્યારે મંગળવારે અંબાજી જેવા પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામના શક્તિ દ્વાર પાસેથી એક કાગળમાં લપટેલો દેશી બોમ મળી આવતા તંત્ર દોડતું થયું હતું. અને મંદિર ખાતે FSL, BDS, ડોગ સ્કવોડ પોલીસ અને જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે મંદિર પરિસરની ચકાસણી કરતા કોઈ પણ શંકસ્પદ વસ્તુ મળી આવી ન હતી.

bomb

નોંધનીય છે કે રાજકોટ ખાતેથી બે આઇએસઆઇએસના એજન્ટ પકડાતા, સમગ્ર ગુજરાતના મંદિરોની સુરક્ષા વધારવામાં આવી હતી. આવી સ્થિતિમાં અંબાજી મંદિર ખાતે બોમ્બની સામગ્રી મળી આવવાની ખબરે ત્યાં હાજર ભક્તોની ચિંતા વધારી હતી. ત્યારે પોલીસે આ સામગ્રી એફએસએલને પહોંચાડી હતી. જો કે FSL દ્વારા આ દેશી બોમ્બની સામગ્રીની ચકાસણી કરતા તે લગ્ન પ્રસંગે વપરાતો ફટાકડો જ નીકળ્યો હતો. જેથી બધાએ શાંતિનો શ્વાસ લીધો હતો.

Read also: અંબાજી મંદિર પાસેથી મળ્યો બોમ્બ બનાવવાનો સામાનRead also: અંબાજી મંદિર પાસેથી મળ્યો બોમ્બ બનાવવાનો સામાન

તેમ છતાં ભારતના ૫૧ શક્તિપીઠમાં એક છે. તેવા અંબાજી કે જેમાં રોજના લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે આવે છે. તે વાતને ધ્યાનમાં રાખીને તે બાદ પોલીસ દ્વારા મંદિરની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે

English summary
Ambaji: bomb making material found near shakti date, update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X