For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017નો શંખનાદ ફૂંક્યો

ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ અમિત શાહે અમદાવાદ ખાતે ભાજપ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિજય વિશ્વાસ કાર્યક્રમમાં અમિત શાહનો વિશ્વાસ કંઇ આમ જલક્યો હતો. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ માટે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ કાર્યકર્તા સંમેલન નામે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં ઉત્તર પ્રદેશ સમેત ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત પછી ગુજરાતમાં પણ થનારી વિધાનસભાની ચૂંટણી માટે અમિત શાહ દ્વારા વિશ્વાસનો શંખનાદ ફૂંકવામાં આવ્યો હતો. ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા. અમિત શાહે ભારત માતાની જયધોષ સાથે સંબોધનની શરૂઆત કરી હતી. અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી જ્યારે સીએમ હતા ત્યારે ભાજપને ગુજરાતમાં 128 સીટો મળી હતી. ત્યારે હવે તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા છે ત્યારે તેમને ઓછામાં ઓછી 150 સીટો તો મળવી જ જોઇએ.

amit shah


ગરીબો અને દલિતોની સરકાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ને ધ્યાનમાં રાખીને અમિત શાહે આજે ભાજપના ચૂંટણી પ્રચારનો શંખનાદ ફૂંક્યો હતો. જેમાં તેમણે નરેન્દ્ર મોદીની સરકારને ગરીબો અને દલિતોની સરકાર ગણાવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે આજે દેશની વિધાનસભામાં 1385 ધારાસભ્યો ભાજપના છે.

Read also: અમિત શાહની ગુજરાતમાં ગ્રાન્ડ એન્ટ્રી, રૂપાણીએ કર્યું સ્વાગતRead also: અમિત શાહની ગુજરાતમાં ગ્રાન્ડ એન્ટ્રી, રૂપાણીએ કર્યું સ્વાગત

ગાંધી પરિવારને કર્યા યાદ

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે આ પ્રસંગે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે એક વાર નહેરુએ જ્યારે સંસદમાં ભાજપના ફક્ત બે સભ્યા હતા ત્યારે ભાજપને સંભળાવતા કહ્યું હતું કે ભાજપ પરિવાર નિયોજનમાં માને છે. હમ દો, હમારે દો. ત્યારે આજે ભાજપનો કેસરિયો સમગ્ર દેશમાં છવાયો છે.

આલિયા-માલિયા-જમાલિયા

ગુજરાત કોંગ્રેસને આડે હાથે લેતા અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં ભાજપની સરકારને હટાવવાની હિંમત કોઇ આલિયા-માલિયા-જમાલિયાની નથી. કોંગ્રેસ આવે છે નું સ્વપ્ન જલ્દી જ તૂટશે તેવો આશાવાદ પણ અમિત શાહે બતાવ્યો હતો.

રાહુલના ઇટાલિયન ચશ્મા
કોંગ્રેસ યુવરાજ રાહુલ ગાંધીએ વિષે બોલતા અમિત શાહે કહ્યું કે ગોળીબાર પાકિસ્તાન કરે છે. ભારત નહીં. વધુમાં તેમણે રાહુલ ગાંધી પર ઇટાલિયન ચશ્મા પહેર્યા હોવાનું કહીને તેમની મશ્કરી પણ ઉડાવી હતી. જો કે આ સાથે અમિત શાહે ગુજરાતમાં વહેલી ચૂંટણી થવાની સંભાવના પણ રજૂ કરી હતી.

English summary
Read here Amit Shah Speech main point at Riverfront Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X