For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમરેલી : રૂ 1.10 કરોડની નકલી ચલણી નોટ સાથે બે આરોપી ઝડપાયા

અમરેલીમાં ગુરૂવારે લાઠી રોડ હનુમાનજીના મંદિર પાસે LCB ટીમ દ્વારા 1 કરોડ 10 લાખની 2000 અને 500ના દરની નકલી ચલણી નોટો સાથે 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

દેશમાં નોટબંધી બાદ નવી નોટ ચલણમાં આવતાની સાથે તેની નકલી નોટ છાપી બજારમાં ફરતી કરવાનો વેપાર ચાલી નીકળ્યો છે. અમરેલી LCBને નકલી નોટોનું રેકેટ ઝડપી પાડવામાં મોટી સાફળતા મળી છે. ગુરૂવારે અમરેલીમાંથી નકલી ચલણી નોટો સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. રાજકોટ પછી સૌથી મોટો નકલી નોટોનો જથ્થો અમરેલી LCBએ ઝડપી પાડ્યો છે. રૂપિયા 1 કરોડ 10 લાખની 2000 અને 500 ના દરની નકલી ચલણી નોટો સાથે બે શખ્સોને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં છે.

note

અમરેલી એલ.સી.બી.ને બાતમી મળી હતી કે ભાવનગર વિસ્તારમાં નવી ચલણી નોટોના આબેહુબ કલરની બનાવટી નોટો બજારમાં ફરે છે. છેલ્લા 4 મહિનાથી આ ષડયંત્ર ચાલી રહ્યું હોવાની બાતમી મળી હતી. ગુરૂવારે સવારે એલ.સી.બી. એ બાતમીના આધારે વોચ ગોઠવી હતી, અમરેલીના લાઠી રોડ પર આવેલ હનુમાનજીના મંદિર પાસે લાઠી તરફથી આવી રહેલ રજીસ્ટર્ડ નંબર વગરના કાળા કલરના સુઝુકી મોપેડ પર બે શખ્સો ડબલ સવારીમાં આવતા હતા, તેમને રોકી તપાસ કરવામાં આવી હતી. તેમની પાસેથી એક રેક્ઝિનના થેલામાંથી ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તેમાં રૂપિયા 2000 ના દરની નોટના 4552 નંગ અને રૂપિયા 500 ના દરની નોટના 3982 નંગ મળી આવ્યા હતાં. જે મળીને કુલ કિંમત 1 કરોડ 10 લાખ 95 હજાર થાય છે. નોટોની ચકાસણી કરતાં તે નકલી ચલણી નોટો હોવાનું બહાર આવ્યું હતું.

આ બનાવટી નોટનો મુખ્ય સૂત્રધાર 21 વર્ષનો સચિન ગુલાબભાઈ પરમાર મૂળ ગુંદી કોળીયાક ગામનો રહેવાસી છે. જે હાલ ઘોઘા જકાત નાકા ભાવનગર પાસે રહે છે અને ત્યાં જ બનાવટી નોટના ષડ્યંત્રને અંજામ આપતો હતો. જયારે બીજો શખ્સ 25 વર્ષનો પરેશ જગદીશભાઈ સોલંકી લુવારીયા અમરેલીમાં આવેલ લાઠી જિલ્લાના દરવાજા પાસેનો રહેવાસી છે. ઝડપાયેલ બંન્ને આરોપીઓ કોમ્પ્યુટરના જાણકાર છે અને તેની કરમ કુંડળી વિષે મળતી માહિતી મુજબ સચિન પરમારે ચાલુ વર્ષે માઇનિંગ ફેકલ્ટીમાં એન્જીન્યરીંગનો અભ્યાસ પૂરો કરેલ છે અને યુટ્યુબ તેમજ ગૂગલના સહારે 2૦૦૦ની નોટ અને 5૦૦ની નોટમાં વાપરવામાં આવતો કાગળ, શાહી જેવી માહિતી સર્ચ કરી આ બનાવટી નોટો છાપવાની કામગીરીને અંજામ આપ્યો હતો. ત્યારે પરેશ સોલંકી નામનો શખ્સ સુરત ખાતે આ બનાવટી નોટોને ચલણમાં અને લોકો સુધી પોહચાડવાનું કામ કરતો હતો.

આ બંન્ને શખ્સો નોટોનો મોટો જથ્થો લઇને ભાવનગરથી અમરેલી તરફ આવતા ઝડપાઇ ગયા હતા. અમરેલી એલસીબીએ નોટો છાપવાનું પ્રિન્ટર કબજે કરવાની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ અમરેલી ખાતે આ નોટોના જથ્થાની ડિલિવરી ક્યાં અને કોણે કરવાની હતી તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને મળેલી પ્રાથમિક પૂછપરછ માહિતીના આધારે આ બંન્ને આરોપીઓ છેલ્લાં 4 મહિનાથી આ ષડ્યંત્ર ચલાવી રહ્યાં છે.

English summary
Amreli : 2 persons were arrested with fake currency notes of Rs. 1.10 crore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X