For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલિત પરિવારોએ વિરોધ દર્શાવવા બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો

ડુંગરના યુવકનું કસ્ટોડીયલ ડેથ થઇ જતા દલિત પરિવાર દ્વારા સીબીઆઇ તપાસની કરાઇ માંગ. દલિતો પર થતા અવાર નવાર અત્યારચારોના વિરોધમાં 200 જેટલા દલિતોએ હિંદુ ધર્મ છોડ્યો અને બોદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો.

By Desk
|
Google Oneindia Gujarati News

અમરેલી જીલ્લામાં થોડા સમયથી દલિતો સાથે થઇ રહેલા અન્યાય સામે દલિત સમાજ દ્વારા અનેક આંદોલનો કરવામાં આવ્યા છે. જે આંદોલન પૈકી ડુંગરના યુવકનું કસ્ટોડીયલ ડેથ બનાવમાં છેલ્લા ઘણા સમયથી રહસ્ય અકબંધ હતુ. જેમાં ગઇકાલે એલ.સી.બી દ્વારા ચાર આરોપીને પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. આમ છતાં દલિત સમાજના લોકોને આ બનાવ બાબતે શંકાસ્પદ હોય તેવુ લાગી રહ્યુ છે.

dalit amreli

તેમજ બનાવ અંગે કોઇ જેલના કર્મચારી અથવા તો કોઇ અધિકારીનો તેમાં હાથ હોવાનો દલિત સમાજનો આક્ષેપ છે. આ બનાવમાં ચોક્કસ ખાત્રી માટે સી.બી.આઇને તપાસ સોપવા માટેની માંગ પણ દલિત સમાજે કરી છે. ત્યારે આ વિરોધના પગલે આજે અમરેલી જીલ્લામાં રહેતા દલિત સમાજના 200 પરિવારના લોકો દ્વારા રેલી કાઢીને અહીંના ઠેબી ડેમ ખાતે માન સન્માન સાથે હિંદુ સમાજના દેવી-દેવતાઓના ફોટોને પધરાવીને બૌદ્ધ ધર્મ અપનાવી લીધો હતો.

English summary
Amreli : 200 Dalit families converted to Buddhism to protest custodial death.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X