For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જળબંબાકાર દ.ગુજરાત માટે આનંદીબેને લીધા ત્વરિત પગલા

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં પડેલા ભારે વરસાદે સમગ્ર જનજીવનને અસ્તવ્યસ્ત કર્યું છે. વધુમાં સૌરાષ્ટ્ર જિલ્લામાં તેની સૌથી માઠી અસર થઇ છે. તો વળી અમરેલી જિલ્લામાં પણ શેત્રુંજી નદી બે કાંઠે ભયની સપાટીથી ઉપર વહેતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

રાજ્યમાં ચોમાસાના લીધે મૃત્યુઆંક વધીને 70 થયો છે અને તેમાં પણ અમરેલીમાં સૌથી વધુ માનવ મૃત્યુ નોંધવામાં આવી છે. વધુમાં 5000થી વધુ પશુઓ આ પૂરનો ભોગ બન્યા છે.

ત્યારે આ વિકટની ઘડીમાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ત્વરિત પગલાં ભરીને મોટી હોનરતને થતી ટાળી છે. નોંધનીય છે કે બુધવારે શરૂ થયેલા આ મેધતાંડવ બાદ સરકારે રાજ્યભરમાં એલર્ટ જાહેર કર્યું હતું. જેના લીધે ગુરુવારે શાળા કોલેજો અને ઓફિસો બંધ રાખવામાં આવી હતી.

વધુમાં ગુરુવારે જ અમરેલીમાં અચાનક ખાબકેલા વરસાદ બાદ સ્થિતિને પાખરી લઇને આનંદીબેન સેનાની મદદ માંગી હતી. જેના પરિણામે અમરેલીમાં અનેક લોકોને સેનાને સકુશળ સલામત સ્થળે સ્થાળતંર કરી શક્યા હતા.

ત્યારે કેવી રીતે ગુજરાત સરકારે આ પ્રાકૃતિક આપદામાં કેવા કેવા પગલા લીધા જાણો આ ફોટોસ્લાઇડરમાં...

હવાઇ નિરક્ષણ

હવાઇ નિરક્ષણ

ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી આનંદી બેન પટેલે સ્થિતિનો તાગ મેળવવા અમરેલી વિસ્તારનું હવાઇ નિરક્ષણ કર્યું હતું.

એક્શન પ્લાન

એક્શન પ્લાન

તેમણે અમરેલી ખાતે 10, ક્લાસ-વન રેન્કના અધિકારીઓને નિયુક્ત કર્યા. જે ત્યાંની પૂરની પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રશાસનની મદદ કરે.

નેવી અને કોસ્ટ ગાર્ડ

નેવી અને કોસ્ટ ગાર્ડ

સાથે જ આનંદીબેન ત્વરિત નેવી અને કોસ્ટ ગાર્ડને સાબદૂ કરતા પૂરમાં ફસાયેલા અનેક લોકોને હેમખેમ ઉગારી લેવામાં આવ્યા હતા.

અપીલ

મુખ્યમંત્રી આનંદીબેને સોશ્યલ મિડિયા પર લોકોને ન ગભરાવાની અને રિલિફ કામોમાં મદદરૂપ થવાની અપીલ કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે 4-5 દિવસમાં સામાન્ય જનજીવન પાછું લાવવા માટે તંત્ર પ્રતિબદ્ધ છે.

ડાયરેક્ટ વાત

ડાયરેક્ટ વાત

વધુમાં તેમણે અમરેલી, રાજકોટ, ભાવનગર, સુરતના મેયર અને કલેક્ટર જોડે વિડિયો કોન્ફર્ન્સ કરી સ્થિતિનો ક્યાસ મેળવ્યો હતો. સાથે જ પ્રશાસન દ્વારા શું શું તકેદારી રાખવી તે વાતની પણ તેમને માહિતગાર કર્યા હતા

રાહત સામગ્રી

રાહત સામગ્રી

વધુમાં ફસાયેલા લોકોને પાણીની બોટલ અને ખાદ્ય સામગ્ર એરક્રાફ્ટ દ્વારા પહોંચાડવામાં આવી હતી. અને મહામારી ના ફેલાય તે માટે પણ પગલાં ઉઠાવવામાં આવ્યા.

English summary
Nature tested Gujarat’s disaster preparedness once again with unprecedented incessant and heavy rains in some parts of the state on Wednesday, June 24. Villages of Amreli-Bagasara and Dhari recorded heavy rainfall of 636 mm and 511 mm respectively in a very short period.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X