For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવલ્લીના ટ્રાયબલ ડેવલોપમેન્ટ ઓફિસર લાંચ લેતા ઝડપાયા

અરવલ્લીના એક અધિકારીને લાંચ લેતા અમદાવાદની એસીબીએ રંગે હાથે પકડ્યા.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

સાબરકાંઠા જિલ્લા ની અલગ અલગ સરકારી સ્કૂલોમાં સફાઈ તથા સિક્યુરિટી ગાર્ડ ના કોન્ટ્રાક્ટ ના રૂપિયા 10.86 લાખ ના બિલો મંજૂર કરવા માટે ટ્રાયબલ ડેવલોપમેન્ટ ઓફિસર ધીરેનકુમાર મકવાણા દ્વારા રૂપિયા 1 લાખ ની લાંચ માંગવામાં આવી હતી. જે માટે અગાઉ 40 હજાર ચૂકવી દેવાયા હતા,બાકીના 60 હજાર પૈકી 50 હજાર સ્વીકારતા તે રંગે હાથ ઝડપાઇ ગયા છે.

aravli

અમદાવાદ - ACBએ છટકું ગોઠવીને તેમને ઝડપી પાડ્યા હતા. ફરિયાદના આધારે અમદાવાદ એસીબીએ આ છટડું ગોઠવ્યું હતું. અને નક્કી કર્યા મુજબ જ 50 હજારની લાંચ લેતી વખતે ધીરેનકુમારને એસીબીએ પકડી પાડ્યા હતા. વધુમાં એસીબીએ આ ઘટનામાં પુરાવા માટે કરીને ઓડિયો રેકોર્ડિંગ પણ કર્યું હતું. જે બાદ તેમની પર હાલ આગળની તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે લાંચ લેવી કે આપવી બન્ને ગુનો ગણવામાં આવે છે. અને આવી ઘટનાને અંજામ આપવા કરતા આવા ભષ્ટ્રાચારીઓને ખુલ્લા પાડવા તે જ યોગ્ય નિર્ણય છે.

English summary
Aravalli Tribal Development officer caught by taking bribe. Read more on this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X