For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિપેશ-અભિષેક અપમૃત્યું કેસઃ આસારામ પંચ સમક્ષ હાજર

|
Google Oneindia Gujarati News

asaram bapu
અમદાવાદ, 1 ડિસેમ્બર:દિપેશ-અભિષેક અપમૃત્યું કેસની તપાસ ચલાવી રહેલા ડી.કે. ત્રિવેદી પંચ સમક્ષ હાજર થવામાં આનાકાની કરનારા આસારામ બાપુ આખરે પંચ સમક્ષ હાજર થયાં છે. આસારામ બાપુ જ્યારે પંચ સમક્ષ હાજર થયા ત્યારે તેમની સાથે હજારોની સંખ્યામાં તેમના સાધકો હતા. જેને લઇને કોઇ અણબનાવ ના બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇને દિપેશ-અભિષેક અપમૃત્યુ કેસ સબબ વારંવાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ સમન્સની અવગણના કરી રહ્યાં હતા અને પંચે તેમનું નિવેદન લેવું હોય તો પોતાનો કોઇ પ્રતિનીધિ મોકલે તેવી માંગણી કરી રહ્યાં હતા. જો કે, તેમની આ માંગણીનો અસ્વિકાર કરવામાં આવ્યો હતો અને પંચ સમક્ષ હાજર રહેવા ફરામાન કર્યું હતું. જે સબબ થોડા સમય પહેલા નારાયણ સાંઇ કોર્ટ સમક્ષ હાજર થયાં હતા અને હવે આસારામ બાપુ કોર્ટ સમક્ષ હાજર થયા છે.

નોંધનીય છે કે, પાંચ જૂલાઇ 2008ના રોજ આસારાબ બાપુના આશ્રમમાં અભ્યાસ કરતા બે બાળકો દિપેશ અને અભિષેકનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો. બંન્નેના મૃતદેહોને જોયા બાદ પરિવારજનોએ આશ્રમમાં ચાલતી તાંત્રિક વિધિના કારણે આ બાળકોનો ભોગ લેવાયો હોવાનો આરોપ મુક્યો હતો. આરોપ બાદ જનાક્રોશ થતાં રાજ્ય સરકારે હસ્તક્ષેપ કરીને આ તપાસ સીઆઇડીને સોંપી અને નિવૃત જસ્ટિસ ડી.કે.ત્રિવેદી પંચની પણ રચના કરી હતી.

English summary
asharam bapu today present infront of D K trivedi commission for dipesh and abhishek death case in ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X