For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમરેલીમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 20 લાખની લૂંટ

અમરેલીમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 20 લાખની લૂંટ

અમરેલીના રાજુલામાં આંગડીયા પેઢીના કર્મચારી પર ઘાતકી હુમલો કરીને 20 લાખની લૂંટ કરવામાં આવી હતી. આંગડિયા પેઢીના કર્મચારી પર ઘાતક હથિયાર વડે હુમલો કરીને લૂંટ ચલાવવામાં આવી છે. સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી ઓફિસ બંધ કરીને ઘર તરફ જઈ રહ્યો હતો. તે સમયે હુમલો કરીને રોકડ ભરેલી બેગ ઝુંટવીને ઇસમોભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેમજ ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

જૂનાગઢના પત્રકાર કિશોર દવેના હત્યારા પકડાયા

જૂનાગઢના પત્રકાર કિશોર દવેના હત્યારા પકડાયા

જૂનાગઢના જાણીતા પત્રકાર કિશોર દવેની કારમી હત્યા બાદ હત્યારાઓનો ભેદ ખોલવામાં પોલિસને સફળતા મળી છે. પોલિસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. સાથે જ આ કેસ સાથે સંકળાયેલો મુખ્ય આરોપી ફિરોઝને પણ પોલિસે પકડી પાડ્યો છે. પ્રાથમિક તપાસ મુજબ કિશોરભાઇ અને ફિરોઝ સાથે ટ્રાવેલનો ધંધો કરતા હતા. જેમાં નાણાંની લેતી દેતી બાબતે મનદુખ થતા આ હત્યા કરવામાં આવી હોય તેવું સામે આવ્યું છે.

પોલિસનો ઘેરો તોડી કોંગ્રેસની જનઆક્રોશ રેલી પહોંચી વિધાનસભા સુધી

પોલિસનો ઘેરો તોડી કોંગ્રેસની જનઆક્રોશ રેલી પહોંચી વિધાનસભા સુધી

બુધવારે કોંગ્રેસ દ્વારા નીકાળવામાં આવેલી જનઆક્રોશ રેલીને વિધાનસભા સુધી પહોંચવામાં મોટી સફળતા મળી હતી. પોલિસનો ધેરો તોડીને વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસ વિધાનસભા પરિસર સુધી પહોંચવામાં સફળ રહી હતી. એટલું જ નહીં પોલિસ દ્વારા કોંગ્રેસના તમામ મોટા નેતા અને 500 જેટલા કાર્યકરોની અટક બાદ પણ કોંગ્રેસે તેનું આ વિરોધ પ્રદર્શન સફળ રીતે પાર પાડ્યું હતું.

માલપુર અને બાયડ તાલુકાના 23 ગામડાંમાં જાહેર કરાયા એલર્ટ

માલપુર અને બાયડ તાલુકાના 23 ગામડાંમાં જાહેર કરાયા એલર્ટ

અરવલ્લી જિલ્લા માં ઉપરવાસમાં થાયેલા ભારે વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં પાણી ની આવક વધી છે. વાત્રક ડેમમાં પાણીની આવક વધતા ડેમ માંથી આજે વહેલી પરોઢે 20000 કયુસેક પાણી છોડયું ડેમ માંથી પાણી છોડાતાં માલપુર અને બાયડ તાલુકા ના કાંઠા વિસ્તાર ના 23 ગામડાં ને નદી કિનારે ના જવા સૂચના અપાઈ નોંધનીય છે કે વાત્રક ડેમ ની હાલ ની સપાટી 135.74 મીટર અને ડેમ ની ભયજનક સપાટી 136.25 મીટરથી તે થોડુંક જ દૂર છે.

અમદાવાદમાં ફરી મેધમહેર, અનેક વિસ્તારો પાણીની રેલમછેલ

અમદાવાદમાં ફરી મેધમહેર, અનેક વિસ્તારો પાણીની રેલમછેલ

અમદાવાદ શહેરમાં સવારે ચાર વાગ્યા છે ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે રાણીપ, ચાંદલોડિયા સમેત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાસણા ડેમમાં પણ 21 દરવાજા ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ હવામાન ખાતાએ પણ આવનારા સમયમાં અતિભારે વરસાદની આગાહી કરી છે જે જોતા સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે.

શીતળા સાતમ: રાજકોટ ખાતેના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

શીતળા સાતમ: રાજકોટ ખાતેના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

આજે શીતળા સાતમનો પવિત્ર તહેવાર ગુજરાતભરમાં ભારે ધામધૂમ સાથે ઉજવાઇ રહ્યો છે. રાજકોટમાં આ પ્રસંગે ખાસ યોજવામાં આવેલ સાતમ આઠમના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. તો સવારથી જ ગુજરાતભરના શીતળા માતાના મંદિરમાં મહિલાઓ પૂજા માટે લાંબી લાઇનમાં ઊભી છે.

English summary
Read today's top news stories from Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X