For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

[ ગુજરાત ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

જલારામબાપાના પ્રપૌત્રએ અંતિમ શ્વાસ લીધા

જલારામબાપાના પ્રપૌત્રએ અંતિમ શ્વાસ લીધા

વીરપુરના સંત જલારામબાાપાના પ્રપૌત્ર જયસુખરામ બાપાનું શનિવારે સાંજે નિધન થયું. શનિવારે મોડી રાત્રે તેમનો પાર્થિવ દેહને વીરપુર લાવવામાં આવ્યો હતો. રવિવારે અંતિમ દર્શન બાદ સોમવારે અગ્નિસંસ્કાર અપાશે. અસ્વસ્થ હોવાના કારણે જયસુખબાપા રાજકોટની હોસ્પિટલમાં દાખલ હતા.

પૂરપાટ ઝડપે આવેલી કારે બસસ્ટોપ પર બેઠેલા 6ને ઉડાવ્યા

પૂરપાટ ઝડપે આવેલી કારે બસસ્ટોપ પર બેઠેલા 6ને ઉડાવ્યા

નેશનલ હાઇવે નંબર 8 પરના એંધલ નજીક એક કારે 6 લોકોને અડફેટે લીધા હતા. મુંબઇ તરફથી આવેલી કારે બાઇકને અડફેટે લીધા બાદ બસસ્ટોપમાં બેઠેલા લોકોને ઉડાવ્યા હતા. ઘટનાને પગલે 3નાં મોત થયાં છે જ્યારે અન્ય 3 ગંભીર રીતે ઘવાયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે.

વાદ-વિવાદ વિના પાટીદારો એક થાઓઃ હાર્દિક

વાદ-વિવાદ વિના પાટીદારો એક થાઓઃ હાર્દિક

હાર્દિકે ફરી વખત વાદ-વિવાદમાં પડ્યા વગર પાટીદારોને એક થવા આહ્વાન કર્યું છે. કહ્યું કે દિલ્હીથી નેતાઓ ગમે તેટલો અત્યાચાર ભલે કરે પણ સમય આવ્યે સમાજની એકતાની તાકાત બતાવવી પડશે.

લો બોલો, પાણી ચોખું કરવા પાલિકા ખરીદશે 1.39 કરોડની ફટકડી

લો બોલો, પાણી ચોખું કરવા પાલિકા ખરીદશે 1.39 કરોડની ફટકડી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગંદા પાણીને સ્વચ્છ કરવા ત્રણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં. શહેરીજનોને દરરોજ 11,150 એણએલડી પાણી પુરું પાડવામાં આવે છે. ત્યારે કોર્પોરેશન વાર્ષિક કોન્ટ્રાક્ટથી 1.39 કરોડના ખર્ચે ફટકડીની ખરીદી કરશે.

રાજકોટઃ ફરવા ગયેલા પરિવાર પર વીજળી પડી

રાજકોટઃ ફરવા ગયેલા પરિવાર પર વીજળી પડી

શનિવારે સાંજે શહેરના જામનગર રોડ પર આવેલા ઇશ્વરીયા પાર્કમાં વીજળી પડી હતી. ઘટનાને પગલે એક જ પરિવારના ત્રણ જણાંના મોત થયાં જ્યારે અન્ય ત્રણ દાઝી ગયાં હતાં. તહેવાર નિમિત્તે વિજય પ્લોટનો સિંધવ પરિવાર અહીંયા ફવા આવ્યો હતો.

અંતિમવિધિના પૈસા ન હોવાથી નનામી સાથે બેસી રહ્યાં મા-બાપ

અંતિમવિધિના પૈસા ન હોવાથી નનામી સાથે બેસી રહ્યાં મા-બાપ

વડોદરાના અમિતનગર ફ્યાઓવર પાસે કરૂણ ઘટના સામે આવી છે. બિમાપી બાદ પુત્રનું મૃત્યુ થયા બાદ ગરીબ પરિવાર પાસે અંતિમવિધિના પણ પૈસા ન હોવાથી 18 કલાક સુધી નનામી સાથે રોડ પર બેસી રહ્યા હતા. જે બાદ સ્થાનિકોએ શબવાહિની મંગાવી અંતિમવિધિની વ્યવસ્થા કરાવી હતી.

English summary
august 28 top local news gujarat bullet news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X