For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

500-1000 રૂપિયાની નોટના લીધે ગુજરાત આ તમામ વસ્તુઓ રહેશે બંધ!

500 અને 1000 રૂપિયાની નોટ બંધ થતા લોકોની પ્રતિક્રિયા, સામાન્ય જનતાની સમસ્યા, સરકારી સહાય, માર્કેટ યાર્ડ બંધ અને આપના વિરોધની વિગતો વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

મંગળવારના રોજ પીએમ દ્વારા જાહેરાત થતા આજથી 500 અને 1000 રૂપિયાની નોટ રદ્દ કરવામાં આવી છે. જે અંગે ગુજરાત ભરમાં વિવિધ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા ઢોરને 500 અને 1000 રૂપિયાની નોટ ખવડાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.

FAQ: 500 અને 1000 રૂપિયાની નોટ અંગેના સવાલ-જવાબFAQ: 500 અને 1000 રૂપિયાની નોટ અંગેના સવાલ-જવાબ

ત્યાં જ ટોલનાકા પર 500 અને 1000 રૂપિયાની નોટ માટે સરકારે સહાય જાહેર કરી છે. તો બીજી તરફ બેંક બંધ રહેતા ગુજરાતના કેટલાક માર્કેટ યાર્ડ પણ બે દિવસ માટે બંધ રહેવાના છે. જેના કારણે મગફળીના ખેડૂતો અટવાઇ પડ્યા છે. ત્યારે આ તમામ સમાચારા વિષે વિગતવાર માહિતી વાંચો નીચે. સાથે જ જાણો ગુજરાતમાં કંઇ કંઇ વસ્તુઓ બંધ રહેશે....

હવે તમારી પાસે રહેલા 500 અને 1000ની નોટનું શું કરશો? જાણો અહીંહવે તમારી પાસે રહેલા 500 અને 1000ની નોટનું શું કરશો? જાણો અહીં

વડોદરામાં પેટ્રોલ પંપ ઓનરની મનમાની

વડોદરામાં પેટ્રોલ પંપ ઓનરની મનમાની

ગત રાત્રે 500 અને 1000ની નોટ રદ કરવાની જાહેરાત બાદ એવી પણ સુવિધા આપવામાં આવી છે કે પેટ્રોલ પંપ તથા હોસ્પિટલ જેવી જગ્યાએ આ નોટો અમુક સમય સુધી સ્વીકારાશે, તેમ છતાં વડોદરામાં પેટ્રોલ પંપ પર આ નોટ ન લેવાના બોર્ડ લગાવી દેતા લોકો રોષે ભરાયા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલા સેલ પેટ્રોલ પંપ ઉપર 'રૂા.500 અને રૂા.1000ની નોટ ચાલતી નથી તેવા બોર્ડ લાગ્યા છે'. જેને પગલે પેટ્રોલ-ડિઝલ પુરાવવા આવેલા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો અને પેટ્રોલ પંપ બંધ કરાવ્યો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસ બે દિવસ મેમો નહી ફાડે

અમદાવાદ ટ્રાફિક પોલીસ બે દિવસ મેમો નહી ફાડે

ટ્રાફિક પોલીસનો બે દિવસ સુધી મેમો ન ફાડવા માટેનો મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસે નાણાકીય મુશ્કેલી ટાળવા અગત્યનો નિર્ણય જાહેર કર્યો હતો કે બે દિવસ સુધી વાહન ચાલક પાસે મેમો ફાડવામાં આવશે નહીં. ગત રાત્રિથી બંધ થયેલી 500 તથા 1000ની નોટના પગલે સર્જાયેલી મુશ્કેલીને ટાળવા અમદાવાદ ટ્રાફિકે પોલીસે મહત્વનો નિર્ણય કર્યો છે.

11 નવેમ્બર સુધી ટોલનાકા પર 500 અને 1000ની નોટ લેવાશે

11 નવેમ્બર સુધી ટોલનાકા પર 500 અને 1000ની નોટ લેવાશે

500 અને 1000ના દરની નોટ બંધ થવાથી રાજ્યભરમાં ટોલબુથ પર ગત રાતથી જ હોબાળો અને ટ્રાફિક જામ થતો જોવા મળ્યો છે. અને કેટલાક બૂથ પર 500 તથા 1000ની નોટ મામલે બોલાચાલી પણ થઇ હતી. જેના પગલે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ 11 નવેમ્બર સુધી રાજ્યભરના ટોલનાકા પર 500 અને 1000ની નોટ સ્વીકારાશે તેવી જાહેરાત કરી છે. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો છે.

11 નવેમ્બર સુધી ટોલનાકા પર 500 અને 1000ની નોટ લેવાશે

11 નવેમ્બર સુધી ટોલનાકા પર 500 અને 1000ની નોટ લેવાશે

500 અને 1000ના દરની નોટ બંધ થવાથી રાજ્યભરમાં ટોલબુથ પર ગત રાતથી જ હોબાળો અને ટ્રાફિક જામ થતો જોવા મળ્યો છે. અને કેટલાક બૂથ પર 500 તથા 1000ની નોટ મામલે બોલાચાલી પણ થઇ હતી. જેના પગલે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવિયાએ 11 નવેમ્બર સુધી રાજ્યભરના ટોલનાકા પર 500 અને 1000ની નોટ સ્વીકારાશે તેવી જાહેરાત કરી છે. જેથી લોકોએ હાશકારો અનુભવ્યો છે.

હિંમતનગર માર્કેટ યાર્ડ સોમવાર સુધી બંધ

હિંમતનગર માર્કેટ યાર્ડ સોમવાર સુધી બંધ

બે દિવસ માટે બેંકો બંધ હોવાથી હિંમતનગર માર્કેટ યાર્ડમાં નાણાકીય વ્યવહાર બંધ થતા સોમવાર સુધી માર્કેટિંગ યાર્ડમાં હરાજી બંધ રાખવાનો નિર્ણય કરાતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા હતા. અને એક દિવસમાં યાર્ડમાં અંદાજે ચાર કરડો કરતા વધારેનું નુકસાન થયું હોવાની શક્યતા છે. વળી હાલ મગફળીની સીઝન હોવાથી ખેડૂતો મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવ્યા જે મુશ્કેલીમાં મૂકાયા છે.

મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો કર્યો વિરોધ

મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો કર્યો વિરોધ

મોડાસામાં વેપારીઓ પાસે આજના દિવસમાં પૂરતી રકમ ન હોવાથી માલ ખરીદવાનું બંધ રાખતા મોડાસા માર્કેટ યાર્ડમાં ખેડૂતો દ્વારા હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સરકારે 500 અને 1000ના દરની ચલણી નોટ બંધ કરી. આજે તેમજ બેંકો બંધ રહેવાને લઈને મોડાસામાં માર્કેટ યાર્ડ બંધ જોવા મળ્યા તેમજ હોબાળો કરવામાં આવ્યો હતો.

આપ દ્વારા ચલણી નોટો ઢોરને ખવડાવવામાં આવી

આપ દ્વારા ચલણી નોટો ઢોરને ખવડાવવામાં આવી

રાજકોટમાં આપના કાર્યકરોએ 500 રૂપિયા તથા 1000 રૂપિયાની નોટો ચલણમાં બંધ થતા તે નોટોને ઢોરોને ખવડાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આપના કાર્યકર રાજુ ઝુંજાએ જણાવ્યું હતું કે, આપ અને રાજકોટના કેટલાક માલધારીઓ આ નિર્ણય સામે રોષ પ્રગટ કરવા આજે સવારે રાજકોટના એસ્ટ્રોન ચોક ખાતે આપના કાર્યકરોએ ચલણી નોટો ઢોરને ખવડાવી હતી.

English summary
Because of currency ban these things remain closed for two days in Gujarat.Also read how common people suffer because of this ban.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X