For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#Photos: વડાપ્રધાન સુરત આવે તે પહેલા થઇ આ તૈયારીઓ

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે ગુજરાતની મુલાકાતે હશે. ત્યારે તે પહેલા પોલીસ દ્વારા ચુસ્ત બંદોવસ્ત કરવામાં આવ્યો છે.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

વડા પ્રધાન સુરતની મુલાકાતે આવવાના હોવાથી તંત્ર દ્વારા જોરશોરથી તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન સુરતમાં મોટી રેલી કાઢવાના છે જેને લઇ રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગુજરાતના ઇન્ચાર્જ ડીજી ગીથા જોહરીએ સિક્યુરિટીની માહિતી મેળવી હતી.વડા પ્રધાન નરેદ્ર મોદી સુરત એરપોર્ટ આવશે અને એરપોર્ટ જીપમાં રેલી સાથે સર્કિટ હાઉસ જશે આખી રેલીનું 11 કિલોમીટર સુધીનો લાંબો રૂટ હોવાથી પોલીસ દ્વારા પણ વાળા પ્રધાન નરેન્દ્ર મોદીની સિક્યુરિટીને ધ્યાનમાં રાખી તમામ તૈયારી કરવામાં આવી છે.

surat
surat

મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ સિક્યુરીટી માટે સ્ટેન્ડ ટુ રહેશે. આ માટે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને ગુજરાતના ઇન્ચાર્જ ડીજી ગીથા જોહરીએ સુરતની મુલાકાત લઇ સિક્યુરીટીની માહિતી મેળવી હતી. વડા પ્રધાનનમાં રેલીના રૂટનો પણ નિરીક્ષણ કર્યો હતો અને વડાપ્રધાન જે કિરણ હોસ્પિટલનું ઉદ્ધાટન કરવાના છે તેની પણ મુલાકાત કરી હતી અને પોલીસ કમિશનર સાથે મિટિંગ પણ કરવામાં આવી હતી.

surat

વધુમાં મોદીના આગમન પહેલા સુરત બીજેપી દ્રારા તાપી નદી ખાતે પૂજન કરવામાં આવ્યુ હતુ. માં તાપીના આશીર્વાદ મોદી પર હંમેશા રહે તેં માટે બીજેપી નેતા કાર્યકર્તા અને સુરત વાસીઓ આ મહા આરતી કરી 5000 દીવડાની આરતી કરાઇ હતી. સાથે જ ઓરિસ્સાના સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયક અને તેની ટીમ પણ સુરત આવી પહોંચી છે. તેમના દ્વારા પીએમ મોદીને આવકારવા માટે વિશાળ સેન્ડ આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં સ્વચ્છ ભારત અને સુરત વેલકમ નરેન્દ્ર મોદીના મેસેજ લખવામાં આવ્યા છે.

surat
English summary
Before Narendra Modi visiting Surat, this are the preparation going on. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X