For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાદરવી પૂનમ માટે અંબાજીમાં તડામાર તૈયારીઓ શરૂ

|
Google Oneindia Gujarati News

યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મેળામાં 30 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતાઓના પગલે આગોતરુ આયોજન અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ અંગે તમામા જાણકારી માટે વહીવટી તંત્ર દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટર જેનુ દેવન સમેત જિલ્લા અધિકારીઓએ અંબાજી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જ્યાં ચાલુ વર્ષે યોજાનાર ભાદરવી મેળાનો આધુનિક ટેકનોલોજી સાથે કેવો સમવ્ય કરવામાં આવ્યો છે તે જણાવ્યું હતું.

ambaji temple

સાથે સાથે દેશ અને વિદેશમાં વસતા માઇભુક્તોને સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડી સમગ્ર મેળાનુ જીવંત પ્રસારણ માટે ફેસબુક અને યુ ટ્યુબ ઉપરાંત વોટસએપ નંબર 9408546152 નંબર દ્વારા વિવિધ જાણકારી અને યાત્રિકો અભિપ્રાય અને સુચન પણ આ વર્ષે મંદિર ટ્રસ્ટને આપી શકશે. પૂનમના પર્વે મંદિર ન્યનરમ્ય બની રહે તે માટે અંબાજી મંદિરના ગર્ભગૃહ, સભા મંડપ, નૃત્ય મંડપમાં ખાસ ફૂલો, કાશ્મીર, બેંગકોક, બેંગ્લુરુ, પુના, કોલકત્તા અને હિમાચલ પ્રદેશથી અયાત થનાર છે. નોંધનીય છે કે સમગ્ર મેળા દરમિયાન 25 ટન આકર્ષક ફુલોથી મંદિરની સજાવટ કરવામાં આવશે.

પોલીસ વિભાગ દ્વારા અંબાજી હડાદ અને દાંતા મળી સમગ્ર વિસ્તારને નવ ઝોન અને 22 સેકટરમાં પરિવર્તન કરવામાં આવ્યો છે. જ્યાં 11 માંથી 51 જગ્યાઓ ઉપર સોલાર સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા, સહિત 14 જગ્યાઓ ઉપર જનરેટરની વ્યવસ્થા 101 જગ્યાએ ફિકસ કેમેરા, તથા 17 જગ્યાએ પીટીઝેડ કેમેરા મળી 118 કેમેરાની વ્યવસ્થાથી સજ્જ કરવામાં આવી છે. એ સાથે સમગ્ર મેળાનું વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

English summary
Ambaji: Bhadarvi poonam preparation news and update
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X