For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NCP ભાજપની જ બીજી ટીમ છે: ભરતસિંહ સોલંકી

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ઉમેદવારોના નામની જાહેરાત ક્યારે થશે તે વિશે માહિતી આપી. સાથે જ તેમણે NCP ને ભાજપની B ટીમ જણાવી. આ ઉપરાંત ભરતસિંહે શું કહ્યુ વાંચો અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ પોતાના વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોના નામ ત્રણ તાબ્બકામાં જાહેર કરશે. આ અંગે માહિતી આપતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ સોશ્યલ ટ્વિટર પર આ માહિતી આપી હતી. ભરતસિંહ સોલંકીએ 10 વર્ષથી કોંગ્રેસ સાથે ગઠબંધન ધરાવતી NCP ને ભાજપની જ બી ટીમ ગણાવી હતી. ભરતસિંહ સોલંકીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, સ્કીનિંગ કમિટીની રચના કરીને ત્રણ તબકકામાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. વધુમાં તેમને જણાવ્યું હતું કે, ઉમેદવારોના નામો સીધી અને આડકતરી રીતે જાહેર કરવામાં આવશે.

Bharatsinh Solanki

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા NCPના ગુજરાત પ્રદેશ ઇન્ચાર્જ પ્રફુલ પટેલની આગેવાનીમાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ સાથે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો અને NCPને ગુજરાતની જનતા માટે ત્રીજો વિકલ્પ ગણાવ્યો હતો. આમ NCP નું અલગ થવુ એ કોંગ્રેસ માટે બીજો મોટો ફટકો છે. તો બીજી તરફ ભાજપના પ્રદેશ હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં ગુજરાતમાં આવનારી ચૂંટણી પર વિવિધ કાર્યક્રમોનો જાહેરત કરવામાં આવી હતી.

English summary
Bharatsinh Solanki says NCP is the part of BJP only. Read here more detalis on this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X