For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરૂચથી ઝડપાયું નશીલી દવાઓનું અંતરરાષ્ટ્રીય કૌભાંડ

નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ ભરૂચમાં રેડ પાડી નશીલી દવાઓનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વધુ વાંચો અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોએ ભરૂચમાં રેડ પાડી નશીલી દવાઓનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. વધુમાં આ આંતરરાષ્ટ્રીય કૌભાંડ માં પોલીસે ૩ આરોપીઓની ધરપકડ કરી છે અને દોઢ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ આરોપીઓ નશીલી દવાઓને કુરિયર મારફતે ભરૂચ મંગાવી, સુરતથી વિદેશ મોકલતા હતા. આ નશીલી દવાઓ અમેરિકા, કેનેડા, યુરોપ મોકલી કમાણી કરતા હતા. નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોએ ભરૂચથી મહમદ આરીફ અને સુરતથી મહમદ ઉમર અને મહમદ ઝફરની ધરપકડ કરી છે અને દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

drug

NCBની ટીમને બાતમી મળી હતી કે ભરૂચ મહાબલી કુરિયર દ્વારા ભરૂચમાં નશીલી દવાઓ મોકલવામાં આવે છે. જે બાદ NCBએ મહાબલી કુરિયર પાસે વોચ ગોઠવી હતી. અને દિલ્હી આવેલ નશીલી દવાઓનો જથ્થાને લેવા આવેલ મહમદ આરીફને ઝડપી પાડ્યો હતો. મહમદ આરીફના ઘરે તપાસ કરતા રૂ 19 લાખ રોકડ અને વધુ દવાઓનો જથ્થો પણ મળી આવ્યો હતો. NCBની ટીમે વધુ પૂછપરછ કરતા સુરતમાં ઝાપા બજાર પાસે ફૂટવેરની દુકાન ચલાવતો મહમદ ઉમર અને તેનો કર્મચારી મહમદ ઝફ ભરૂચ આ ડીલીવરી લેવા આવતો હતો. આરીફ દવાઓને બોટલ માંથી કાઢીને પોલીથીન બેગમાં પેક કરી તંબાકુના પેકેટમાં સંતાડી પાર્સલ કુરિયર કરતો હતો.

Read also: ગૃહમાં અમિત શાહની હાજરી સાથે જ આનંદીબેનની સૂચક ગેરહાજરીRead also: ગૃહમાં અમિત શાહની હાજરી સાથે જ આનંદીબેનની સૂચક ગેરહાજરી

શીડ્યુલ એચ વન હેઠળ આવતી દવાઓ, સેક્સ પીલ જેવી દવાઓમાં નશીલા પદાર્થ અફીણની કન્ટેન્ટ વધારે હોવાથી આવી દવાઓનું સેવન કરવાથી નશો થાય છે. ત્યારે આરોપીઓ દ્વારા તેને ખાદ્ય પ્રદાર્થના પેકેટની આડમાં વિદેશ પહોંચાડતા હતા. NCB એ તપાસ કરતા દવાઓ દિલ્હીની મુલતાની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી આવતી હોવાનું ખુલાસો થયો છે. અને દવાઓ કુરિયર મારફતે મોકલવામાં આવતી હતી. બીજા નામે મોકલેલી દવાઓ ડાયરેક્ટ કુરીયર એજન્સી માંથી લઇ લેવામાં આવતી હતી. જેથી આરોપીઓનો પત્તોના લગાવી શકાય NCBએ ત્રણે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે

English summary
Bharuch Narcotic department arrested 3 people for International drug scam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X