For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS સર્વે: હાલ ચૂંટણી થઇ, તો BJPને ગુજરાતમાં મળશે 60-65 સીટ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો મુદ્દા હાલ જ્યાં ચર્ચામાં છે ત્યાં જ ભાજપ માટે અન્ય એક મુશ્કેલી પણ સામે આવી છે. "અમદાવાદ મિરર"માં છપાયેલી ખબર મુજબ આરએસએસ દ્વારા રાજ્યમાં કરવામાં આવેલા સર્વે મુજબ જો હાલની તારીખમાં ગુજરાતમાં ફરી ચૂંટણી લડવામાં આવે તો ભાજપને ખાલી 60 થી 65 જ સીટો મળવાની સંભાવના છે. નોંધનીય છે કે ગુજરાતમાં 182 વિધાનસભાની ચૂંટણી સીટો છે.

"અમદાવાદ મિરર" મુજબ આ સર્વે ઉના દલિત મુદ્દા અને પાટીદાર આરક્ષણ આંદોલન બાદ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ઉના પ્રકરણ બાદ ગુજરાતમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અને આ તમામ વિવાદોની વચ્ચે હવે મુખ્યમંત્રી આનંદીબેને પણ પોતાનું રાજીનામું આપ્યું છે.

rss

આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં આરક્ષણ અને દલિત આંદોલન બાદ બીજેપીની છબી બગડી છે. અને આજ કારણ છે કે હાલ જો ચૂંટણી થાય તો તેની મોટી માત્રામાં નુક્શાન થઇ શકે છે.

English summary
BJP get only 60 to 65 seats if gujarat elections held today rss survey
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X