For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં મોદી વગર ચૂંટણી લડવાનો અમિત શાહનો સુપર પ્લાન

અમિત શાહે ગુજરાત માટે 150 પ્લસ સીટોનો ઐતિહાસિક લક્ષ્ય આપ્યો છે. આ લક્ષ્યને મેળવવા માટે અમિત શાહનો પ્લાન ઓફ એક્શન શું છે જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

બીજેપીનું હાલ સમગ્ર ફોકસ આ વર્ષના અંતમાં થનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. અને મોદીના રાજ્ય તેવા ગુજરાતમાં ફરી એક વાર મોદીનો ડંકો વાગે તે માટે ભાજપ સંપૂર્ણ પણે પ્રયત્નશીલ છે. આ માટે અમિત શાહ દ્વારા એક પ્લાન રજૂ કરવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાત બીજેપી 28 મેથી આ માટે જ એક ડ્રાઇવ ચાલવી રહ્યું છે 9 દિવસની આ ડ્રાઇવમાં બીજેપી નેતા અને કાર્યકર્તાઓ પહેલા ફેઝમાં 48000 બૂથોમાં જઇને જનસંપર્ક અભિયાન ચલાવશે. આ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ માટે વર્કશોપ પણ ચાલશે અને સાથે જ સફાઇ અભિયાન પણ ચલાવાશે.

Read also:શું ગુજ.વિધાનસભા ચૂંટણીમાં સાધુ-સંતોને ટિકિટ આપવામાં આવશે?Read also:શું ગુજ.વિધાનસભા ચૂંટણીમાં સાધુ-સંતોને ટિકિટ આપવામાં આવશે?

નરેન્દ્ર મોદી વગર ચૂંટણી?

નરેન્દ્ર મોદી વગર ચૂંટણી?

ગત 16 વર્ષોમાં તેવું પહેલી વાર બનશે કે નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન હાજર ઓછા રહેશે. ચોક્કસથી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પીએમ મોદી ચૂંટણી રેલી કરશે. પણ વિધાનસભાની ચૂંટણીમાં સીએમ રૂપાણીને ચહેરાને વધુ હાઇલાઇટ કરવામાં આવશે. આ પ્લાન હેઠશ એક સાથે દરેક બૂથ પર એક એક પદાધિકારી અને કાર્યકર્તા સાથે કૂચ કરી ત્યાંના લોકોની મુલાકાત કરશે, નવા સદસ્યોને સાથે જોડશે અને સ્થાનિક ધાર્મિક સાંસ્કૃતિક સ્થળોની પણ મુલાકાત લેશે.

150 સીટનું લક્ષ

150 સીટનું લક્ષ

અમિત શાહે જે 150 સીટોનું લક્ષ્ય મૂક્યું છે તે આજ દિવસ સુધી અન્ય કોઇ પાર્ટીએ ગુજરાતમાં નથી મેળવ્યું. ઉત્તર પ્રદેશમાં 300 સીટો પર ભગવો ફેલાવનાર અમિત શાહે 150 સીટો માટે ભારે પ્લાનિંગ કર્યું છે. હાલમાં જ ભાજપ દ્વારા ગુજરાતમાં છાશ વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. પણ તેમાં પણ પાટીદારો અને ભાજપ આમને સામને આવ્યા હતા.

કોંગ્રેસ કરતા આનો ડર

કોંગ્રેસ કરતા આનો ડર

ભાજપને ગુજરાતમાં કોંગ્રેસથી કોઇ ડર નથી. કોંગ્રેસમાં હંમેશા ચૂંટણી આવતા આંતરિક વિગ્રહ શરૂ થઇ જાય છે. જો ખરા અર્થમાં ભાજપને કોઇ વાતનો ડર હોય તો પાટીદારો અને ઓબીસી દ્વારા ચલાવવામાં આવતા ભાજપ વિરોધી અભિયાનથી. જો કે જાણકારોનું માનવું છે કે આનાથી ભાજપને કોઇ મોટું નુક્શાન નહીં થાય હા ભાજપની વોંટબેંકમાં આનાથી મહંદ અંશે ભાગલા જરૂરથી પડશે.

વધુ વાંચો

વધુ વાંચો

 જાણો અહીં. જાણો અહીં.

{promotion-urls}

English summary
BJP is set to launch a drive to re energies to its cadres for Gujarat assembly election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X