For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ક્યાં ચાલ્યો પટેલ પાવર અને ક્યાં થઇ ભાજપની બલ્લે બલ્લે

|
Google Oneindia Gujarati News

આજની મહાનગર પાલિકાની ચૂંટણીમાં ખરાખરીનો જંગ શરૂ થયો છે ભાજપ અને પાટીદારો વચ્ચે. આજે જ્યાં 6 મહાનગરપાલિકા તથા 56 નગરપાલિકા અને 31 જિલ્લાની ચૂંટણી સાથે 230 તાલુકાની ચૂંટણીઓના પરિણામ જાહેર થવાના છે. ત્યાં જ તે વાત પણ સાફ થઇ જશે કે ભાજપ વિકાસના જોરે આ ચૂંટણી જીતશે કે પછી પાટીદારો અને ક્રાંગ્રેસ, ભાજપને આપશે સપાટો!

જિલ્લા-તાલુકા પંચાયતમાં ક્રોંગ્રેસને મળી જીત, જાણો ક્યાં મળી જીત

નોંધનીય છે કે આજ સવારથી જ રાજ્યના કાઉન્ટીંગ સ્થળો પર લગભગ 12 હજાર જેટલા કર્મચારી મતગણતરી કરી રહ્યા. ત્યારે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઇ છે. તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ક્રોંગ્રેસ આગલ છે.

આ કારણોએ બચાવી ભાજપની લાજ અને ક્રોંગ્રેસને અપાવી જીત

જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ક્રોંગ્રેસે જ્યાં પોતાની બાજી મારી છે ત્યાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રંગ રાખ્યો છે. વડોદરાની જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પર ક્રોંગ્રેસનો વિજય થયો છે તો બીજી તરફ અમદાવાદના મેયરને ભારે મતોથી જીત મેળવી છે. જો કે પટેલ અનામત આંદોલનના લીધે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તો ભાજપનું ધોવાણ મોટે પાયે થયું છે. તો જુઓ શું શું કારણો થઇ શકે છે ભાજપ અને ક્રોંગ્રેસ જીત અને હારના અને કેવા પરિણામો આ ચૂંટણીમાં આવ્યા છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં..

આનંદીબેન ચાલશે કે કેમ?

આનંદીબેન ચાલશે કે કેમ?

આનંદી બેને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસના મુદ્દે મોટે પાયે હાઇલાઇટ કર્યો હતો. પણ શું ગુજરાતમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ લોકો આનંદીબેનને મુખ્યમંત્રી તરીકે જુએ છે કેમ? શું પટેલવાદ આનંદીબેનને ભારે પડ્યો? કે પછી ભાજપનું આતંરીક વિવાદ જ ભાજપને ભારે પડ્યો તે આ પરિણામો જાહેર કરશે

હાર્દિક પટેલ બન્યો હુકમનો એક્કો

હાર્દિક પટેલ બન્યો હુકમનો એક્કો

તે વાત તો જરૂરથી માનવી પડશે કે ક્રોંગ્રેસને જે પણ મતો મળ્યો છે અને તેવી જગ્યા જ્યાં ભાજપના રાજમાં ક્રોંગ્રેસનું આવવું પણ અશક્ય હતું ત્યાં ક્રોંગ્રેસ જેતી છે તે માટે પાટીદાર અનામત આંદોલન અને હાર્દિક પટેલ ખરા અર્થમાં હુકમનો એક્કો સાબિત થયા છે. નોંધનીય છે કે ક્રોંગ્રેસના નેતા શંકરસિંહ વાધેલા પણ છેલ્લે હાર્દિક પટેલને માર્ગદર્શન આપ્યું હતું તે વાત સ્વીકારી હતી. અને જેલમાંથી પણ હાર્દિકે માત્ર અને માત્ર ક્રોંગ્રેસને જ વોટ આપવાનું કહ્યું હતું.

ક્રોંગ્રેસની પાંચે આંગળી ધીમાં

ક્રોંગ્રેસની પાંચે આંગળી ધીમાં

બાર વાગ્યા સુધીના પરિણામો મુજબ ક્રોંગ્રેસે અદ્વિતીય જીત નથી મળી. પણ હા તેણે ભાજપનો સપાટો બોલાવ્યો છે તે વાત નકારી ના શકાય. મહેસાણા, રાજકોટ અને સુરત જેને ભાજપના ગઢ કહેવાતા હતા ત્યાં ક્રોગ્રેસની ભારે મતોથી વિજય જીત બતાવે છે કે હાર્દિક પટેલનું આદોલન ક્રોંગ્રેસને ફળ્યું છે. ભલે ક્રોંગ્રેસ ભારે સફળતા ના મળવે પણ આ પરિણામો ક્રોંગ્રેસ માટે પાંચેય આંગળીઓ ધીમાં હોવા સમાન જ છે.

નગરપાલિકાની ચૂંટણીના પરિણામ

નગરપાલિકાની ચૂંટણીના પરિણામ

નગરપાલિકાની કુલ 2088 બેઠકોમાં, ભાજપ 1112 નંબરોથી લીડ પર છે. તો ક્રોંગ્રેસને પણ 628 બેઠકો મળી છે. તથા અન્યને 210 બેઠક પર જીત મળી છે.

તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો

તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો

તાલુકા પંચાયતની કુલ 4778 બેઠકો પર ભાજપ 1718 બેઠકો પર જીત મેળવીને લીડ પર છે. તો ક્રોંગ્રેસ પણ 2102 બેઠકો પર જીત મેળવીને ભાજપની પાછળ પાછળ જ છે. તો અન્યને 52 બેઠકો મળી છે.

જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામ

જિલ્લા પંચાયતના ચૂંટણી પરિણામ

જિલ્લા પંચાયતના 988 બેઠકો પર ભાજપને જ્યાં માત્ર 292 બેઠકો પર જ જીત મળી છે તો ક્રોંગ્રેસે અહીં 472 બેઠકો પર જીત મેળવી લીડ મેળવી છે જ્યારે 24 અન્ય ને મળી છે.

મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ

મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ

સૂરત વડોદરા અમદાવાદ જેવી મહાનગરપાલિકાની કુલ 572 બેઠકો પર જ્યાં ભાજપને 369 બેઠકો પર જીત મેળવીને લીડ મળી છે ત્યાં જ ક્રોંગ્રેસની 169 બેઠકો પર જીત થઇ છે.

અમદાવાદમાં પટેલોની ટાંય ટાંય ફિસ

અમદાવાદમાં પટેલોની ટાંય ટાંય ફિસ

અમદાવાદમાં પટેલવાદની ટાંય ટાંય ફિસ થઇ છે. અમદાવાદના મેયર મિનાક્ષીબેન પટેલની અહીં ભારે મતે જીત થઇ છે. મિનાક્ષીબેન અહીં ફરી ચૂંટાઇને આવ્યા છે. તો નવરંગપુરા, નિકોલ, જોધપુર જેવા મહત્વના વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. જો કે દરિયાપુરમાં ક્રોંગ્રેસની પેનલનો વિજય થયો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપની જીત થઇ છે.

સુરતમાં જીતનો જંગ

સુરતમાં જીતનો જંગ

સુરત પટેલોનો ગઢ મનાય છે ત્યારે સુરતમાં કુલ 116 બેઠકોમાં ભાજપની 71 બેઠકો પર જીત થઇ છે. અને સુરત મહાનગરપાલિકામાં પણ કેસરિયો લહેરાયો છે.

ઓછા મતદાને, ભાજપને કરાવ્યો ફાયદો

ઓછા મતદાને, ભાજપને કરાવ્યો ફાયદો

નોંધનીય છે કે મતદાન વખતે અનેક લોકોએ વોટર લિસ્ટમાં નામ ન હોવાની ફરિયાદ કરી હતી. તેના લીધે મતદાન વખતે મહાનગરપાલિકાના પરિણામોમાં ભાજપને ફાયદો થયો છે. પણ પાછળથી જિલ્લા પંચયાતની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં મતદાન થતા ત્યાં ક્રોંગ્રેસની પલડું ભારે છે.

English summary
BJP lead in Gujarat but congress reached respective numbers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X