For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારના પ્રોજેક્ટ્સમાં બ્લેકલિસ્ટેડ કંપનીઓનું ફંડ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 28 જૂન : ભારતની ગુપ્તચર એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરોના જણાવ્યા અનુસાર ગ્રીનપીસ ઇન્ડિયા જેવી સંસ્થા ભારતીય અર્થતંત્ર માટે જોખમરૂપ છે. આ કારણે સરકારે વિદેશમાંથી ભારતીય એનજીઓના ખાતામાં આવતા ફંડ પર નિયંત્રણ વધારે કડક બનાવવાની ચેતવણી પણ સરકારને આપી હતી. આમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં જ એક બ્લેકલિસ્ટેડ ડોનર એજન્સી ફંડિગ આપી રહી હોવાનો ખુલાસો એનડીટીવીના એક અહેવાલમાં કરવામાં આવ્યો છે. આ કંપની યુએસ સ્થિત છે અને તેનું નામ ક્લાઇમેટ વર્ક્સ ફાઉન્ડેશન છે.

ઇન્ટેલિજન્સ બ્યુરોએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગ્રીનપીસ અને તેના જેવા અન્ય લોબી ગ્રુપ્સ દેશમાં ચાલતા પાવર પ્રોજેક્ટ્સ, કોલસા પ્લાન્ટ્સ અને ખાણો વિરુદ્ધ અભિયાન ચલાવીને દેશને કુલ જીડીપીના 3 ટકા જેટલું નુકસાન પહોંચાડી રહી છે. આ અંગે ગ્રીનપીસ દ્વારા એવો ખુલાસો આપવામાં આવ્યો છે કે તે ટકાઉ વિકાસ ઇચ્છે છે અને તેમના પર મૂકાયેલા આરોપો મૂક અસંતોષ વ્યક્ત કરે છે.

gujarat-map

ભારતમાં ચાલતા ગ્રીનપીસ ઇન્ડિયા ફાઉન્ડેશનને નેધરલેન્ડની સંસ્થા ગ્રીનપીસ ઇન્ટરનેશનલ અને અમેરિકાની સંસ્થા ક્લાઇમેટ વર્ક્સ ફાઉન્ડેશન તરફથી ફંડિંગ મળે છે. આ ફંડ છુટું કરતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સરકારની મંજુરી મેળવી હતી. પરંતુ સરકારે હજી સુધી તેને વોચલિસ્ટમાં મુકવાનો પ્રયત્ન કર્યો નથી.

ગુજરાતમાં કામ કરતી શક્તિ ફાઉન્ડેશનના ફંડનો મુખ્ય સ્રોત ક્લાઇમેટ વર્ક્સ ફાઉન્ડેશન છે. શક્તિ ફાઉન્ડેશન સરકારની રિન્યુએબલ અને એનર્જી એફિશિયન્સી સંબંધિત નીતિ નિર્ધારણમાં મદદ કરે છે. તે ક્લાઇમેટ વર્ક્સ પાસેથી ફંડ મેળવતી હોવાથી તેના સૂચનો ક્લાઇમેટ ફંડની પોલિસીને આધારે આવતા હોવાની શક્યતા છે.

English summary
'Blacklisted' donor agency funds gujarat government projects is threat to economy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X