For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નીતિન પટેલના ગુજરાત બજેટ 2017ના મુખ્ય મુદ્દા

આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણાં મંત્રી નીતિન પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. વધુ માહિતી માટે આ પેજ રિફ્રેશ કરતા રહો.

By Shachi
|
Google Oneindia Gujarati News

આજે 21 ફેબ્રુઆરી ને મંગળવારના રોજ વિધાનસભા ગૃહમાં ગુજરાત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણાં મંત્રી નિતીનભાઇ પટેલ આજે ત્રીજી વાર બજેટ રજૂ કર્યું. પહેલી વાર આજે માત્ર પ્લાનિંગ બજેટ એટલે કે આયોજકીય બજેટ રજૂ કરવામાં આવ્યું. દર વર્ષે પ્લાનિંગ અને નોન પ્લાનિંગ એમ બે બજેટ રજૂ કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે નોન પ્લાનિંગ બજેટ રદ કરવામાં આવ્યું છે.

ગુજરાત વિધાનસભા ગૃહના બજેટ સત્રનો 20 ફેબ્રુઆરી, 2017 થી પ્રારંભ થયો છે, 31 માર્ચ, 2017 સુધી ચાલનારા આ બજેટ સત્રના 26 દિવસો દરમિયાન કુલ 28 બેઠકો મળશે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ની સરકારનું આ પ્રથમ બજેટ છે અને વિધાનસભાની ચૂંટણી પહેલાંનું છેલ્લું. ભાજપ સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો છે કે આ વર્ષનું બજેટ પ્રજાને અનુલક્ષીને તૈયાર કરાયું છે. વિજય રૂપાણીએ કહ્યું કે, સમાજના તમામ વર્ગોને લાભ કરાવતું આ બજેટ છે.

Nitin patel

નાણા મંત્રી નિતીન પટેલે પણ આ અંગે નિવેદન આપતાં કહ્યું છે કે, આ વર્ષનું બજેટ પ્રજાલક્ષી અને સર્વાંગી વિકાસવાળું બજેટ છે. વિપક્ષ પોતાની ભૂમિકા પ્રમાણે વિરોધ કરે છે. વિપક્ષના બજેટને લગતા ઉપયોગી અને યોગ્ય સૂચનો ધ્યાનમાં લેવાશે. તો બીજી બાજુ વિપક્ષનો દાવો છે કે, આ વર્ષનું બજેટ માત્ર આંકડાકીય માયાજાળ બની રહેશે. શંકર સિંહ વાઘેલાએ આ અંગે નિવેદન આપતાં કહ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકારનું આ છેલ્લું બજેટ હશે. ગત વર્ષના બજેટનું કદ હતું 85,557.78 કરોડ.

અહીં વાંચો - નીતિન પટેલના 21 ફેબ્રુઆરીના બજેટમાં રખાશે આ વાતોનું ખાસ ધ્યાનઅહીં વાંચો - નીતિન પટેલના 21 ફેબ્રુઆરીના બજેટમાં રખાશે આ વાતોનું ખાસ ધ્યાન

Nitin patel

આજના વિધાનસભા સત્રનો ઘટનાક્રમ તથા બજેટના મુખ્ય મુદ્દાઓની જાણકારી મેળવો અહીં..

  • 11.00 - નાણાં મંત્રી નીતિન પટેલ ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા.
  • બજેટ પહેલાં નિતીન પટેલે અધિકારીઓ સાથે બેઠક કરી બજેટને આખરી ઓપ આપ્યો.
  • બજેટ પહેલાં વિધાનસભામાં શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક
  • કોંગ્રેસ ધારાસભ્યોએ પ્રશ્નોત્તરી કાળમાં શાસકને ઘેરવાની રણનીતિ તૈયાર કરી
  • 12.00 - વિધાનસભામાં બજેટ બેઠકનો પ્રારંભ
  • ગાલા ડિનર અંગે શૈલેષ પરમારે પ્રશ્ન પૂછતાં થયો હોબાળો, વાયબ્રન્ટ સમિટના ગાલા ડિનરમાં કોણે-કોણે ભાગ લીધો હતો તથા તેનો ખર્ચ કેટલો આવ્યો હતો એવા સવાલો પૂછાતાં હોબાળો થયો.
  • કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે વિવાદાસ્પદ શબ્દનો ઉપયોગ કરતાં વાતાવરણ વધુ ગરમાયું.
  • ભાજપના ધારાસભ્યોએ કોંગ્રેસને 'ચોર મંડળી' ગણાવી, તો કોંગ્રેસના ધારાસભ્યોએ ભાજપને 'બળાત્કારી ટોળકી' ગણાવી.
  • ભાજપના ધારાસભ્યોએ આ વિવિદાસ્પદ શબ્દ રેકોર્ડ પરથી દૂર કરવાની માંગણી કરી તથા સરકારના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ માફીની માંગણી કરી
  • 12.15 - ગૃહની કામગીરી 1 વાગ્યા સુધી સ્થગિત
  • પ્રશ્નોત્તરી શરૂ ન થઇ શકી, 1 વાગે સીધું બજેટ રજૂ કરવામાં આવશે
  • 1.05 - ગૃહની કાર્યવાહી ફરીથી શરૂ થઇ
  • વિપક્ષે નલિકાંડ અંગે સીટિંગ જજ થકી તપાસનો મુદ્દો ફરી રજૂ કર્યો
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે ખાતરી આપતાં કહ્યું કે, 'આ મામલાની તપાસ SIT ને સોંપવામાં આવી છે, કોઇને બક્ષવામાં મહીં આવે. આ કેસમાં કોઇને મચક આપવામાં નહીં આવે.'
  • 1.10 - વર્ષ 2017-18 માટે નાણાં મંત્રી નીતિન પટેલ દ્વારા બજેટ રજૂ કરાયું
નિતીન પટેલની બજેટ રજૂઆતના મુખ્ય અંશ..
  • ગુજરાતની પ્રજાને લાભ આપવાનો અમારો પ્રયાસ
  • નોટબંધી બાદ ગુજરાત સરકારની વેટની આવકમાં 33 ટકાનો વધારો, 12, 424 કરોડની કુલ આવક થઇ.
  • આ વર્ષના બજેટનું કુલ કદ 1,72,179 કરોડ
education
શિક્ષણ વિભાગ માટે..
  • શિક્ષણના તમામ સ્તર સુધારવા 440 કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ માટે 25,000 કરોડની જોગવાઇ
  • યુવા સ્વાવલંબન યોજના મટાે 1100 કરોડ
  • 82 લાખ 8 હજાર યુવાનોને યુવા સ્વાલંબી યોજનાના લાભાર્થી બનાવાયા
  • માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના 21 લાખ 3 હજાર વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તક
  • પોલિટેક્નિકના 3.50 લાખ વિદ્યાર્થીઓને રૂપિયા એક હજારની ટોકન કિંમત પર ટેબલેટ અપાશે
  • વિદેશમાં અભ્યાસ અર્થે વિદ્યાર્થીએ લીધેલી લોન પર મોનીટોરીયમ પીરીયડનુ વ્યાજ રાજ્ય સરકાર ભરશે..
  • અંતરિયાળ વિસ્તારોમાં 30 શાળાઓ શરૂ કરવામાં આવશે
  • વેરાવળ અને સુરતમાં સૈનિક શાળાઓ શરૂ કરવામાં આવશે
  • આરટીઇ હેઠળ 1.46 લાખ વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં શિક્ષણ
  • પ્રાથમિક-માધ્યમિક વર્ગ માટે ઇ-લર્નિંગ સ્માર્ટ શાળા
  • સ્ટૂડન્ટ ઇનોવેશન ફંડ ઊભું કરાશે
  • મેડિકલ વિદ્યાર્થીઓની ફી સરકાર આપશે
health
આરોગ્ય સહાય અર્થે..
  • નવી 9 બ્લડ બેંક શરૂ કરાશે
  • 108ની સેવામાં નવી 70 એમ્બ્યૂલન્સની ફાળવણી
  • આરોગ્ય સેવા મજબૂત કરવા રૂપુયા 10 કરોડની જોગવાઇ
  • વર્ષ 2022 સુધીમાં રાજ્યમાંથી વાહકજન્ય રોગોની નાબૂદીનો નિર્ધાર
  • જેનરિક દવાઓના સ્ટોરની યોજના માટે 15 કરોડની જોગવાઇ
  • જેનરિક દવાઓના સ્ટોર 15માંથી વધારીને 500 કરવામાં આવશે
  • માં વાતસલ્ય યોજના લાભ લેવાની મર્યાદા 1 લાખ 20 હજાર હતી, હવે 1 લાખ 50 હજારની આવક ધરાવતા પરિવાર લાભ લઇ શકશે, આ માટે 500 કરોડની જોગવાઇ
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલ માટે 129 કરોડની જોગવાઇ
  • કેન્સર, કીડની અને હ્દય રોગની હોસ્પિટલ માટે 40 કરોડની જોગવાઈ
  • વડોદરા, સુરત, જામનગર ખાતે સરકારી મેડિકલ કોલેજમાં વધારો કરવા માટે 51 કરોડની જોગવાઈ
શ્રમ, રોજગાર અને ઉદ્યોગો
  • શ્રમિકો માટે ધંન્વતરી એમ્બ્યૂલન્સ સેવાની યોજના
  • શ્રમ અને રોજગાર માટે 1650 કરોડની જોગવાઇ
  • આઇટીઆઇ ના લગભગ 2 લાખ તાલીમાર્થી માટે સ્ટાઇપન્ડની સુવિધા
  • આઈ.ટી.આઈના વિધાર્થીઓને સુવિધાઓ પુરી પાડવા અને રોજગારી આપવા 100 ભરતી મેળાંના આયોજન માટે 866 કરોડની જોગવાઈ
  • 9 આઈ.ટી.આઈના બાંધકામ માટે 33 કરોડની જોગવાઈ
  • કુકરમુંડા અને ડોલવણ તાલુકામાં 2 નવી આઈ.ટી.આઈ
  • પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના હેઠળ આઈ.ટી.આઈના વિધાર્થીઓને તાલીમ આપવા 29 કરોડની સહાય
  • આઈ.ટી આઈમાં તાલીમ ગુણવત્ત સુધારવા 24 કરોડ
  • બાંધકામ શ્રમિકો માટે 70 કરોડની જોગવાઇ
  • 10 શહેરોમાં 88 કડિયા નાકાના 50 હજાર બાંધકામ શ્રમિકો માટે શ્રમિક અન્નપૂર્ણા યોજના મુકાશે
  • શ્રમિકોને 1 હજારની માસિક વૃદ્ધાવસ્થા સહાય આપવામાં આવશે
  • યુવીન કાર્ડના આધારે શ્રમિકોને માં અને માં વાત્સલ્ય યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે
  • હસ્તકલા કારીગરોના પ્રોત્સાહન માટે 10 કરોડની જોગવાઇ
  • ટેક્સટાઇલ પોલીસીના પ્રોત્સાહન માટે 570 કરોડની જોગવાઇ
  • ઉદ્યોગ અને ખાણ ક્ષેત્ર માટે 3800 કરોડની જોગવાઇ
  • મુખ્યમંત્રી સ્વાવલંબી યોજના માટે 25 હજાર કરોડ
  • કૌશલ્ય તાલીમ માટે રૂ.17 કરોડ
farmer
કૃષિ સહકાર
  • કૃષિ અને સહકારી વિભાગનું નામ બદલીને કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ કરવામાં આવ્યું
  • કૃષિ અને સહકાર માટે 2400 કરોડની જોગવાઇ
  • ટપક સિંચાઇની સબસીડીમાં વધારો
  • સીમાંત ખેડૂત અને સામાન્ય ખેડૂતની સબસીડીમાં વધારો
  • ખેડૂતોને 50 ટકાની જગ્યાએ 60 ટકા સબસીડી
  • ઓર્ગેનિક કૃષિ યુનિ. માટે 82 કરોડની જોગવાઇ
  • કૃષિ પેદાશોના ખરીદ-વેચાણ માટે 92 કરોડની જોગવાઇ
  • ખેત ઓજારો અને ખેત યાંત્રિકરણ માટે 418 કરોડ
  • ખેડૂતોને વીજ પુરવડો પૂરો પાડવા માટે 248 કરોડની જોગવાઇ
  • પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના માટે 100 કરોડની જોગવાઇ
ગામ-શહેરનો વિકાસ અને પરિવહન
  • 28 એસટી બસોના નવીનીકરણ માટે 150 કરોડ
  • રાજ્યમાં 37 નવા પુલનું બાંધકામ
  • પાણી પુરવઠા માટે 3010 કરોડની જોગવાઈ
  • ગ્રામીણ શહેરી સામુહીક સ્વચ્છતા કેન્દ્ર માટે 221 કરોડની જોગવાઈ
  • નવ નિર્મિત જિલ્લાઓમાં સદનના બંધકામ માટે 82 કરોડ
  • મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ.10 હજાર કરોડ
  • બંદરો અને વાહનવ્યવહાર માટે રૂ.1400 કરોડ
  • 8 નવા બંદર સ્થાપવાની જોગવાઇ
  • સુરત શહેરના મેટ્રો પ્રોજેક્ટ માટે 10 કરોડની ફાળવણી
  • અમદવાદ મેટ્રોના બાંધકામ માટે 1412 કરોડની રાજ્ય સરકારે ચુકવણી કરી
  • મેગા મેટ્રો માટે 60 કરોડ ગૌણ લોનની જોગવાઈ
  • શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે 11,500 કરોડની જોગવાઇ
  • અમદવાદ શહેરમાં બે ફ્લાયઓવર, સુરત શહેરમાં ત્રણ ફ્લાયઓવર
  • ઇન્ટીગ્રેટેડ લેન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ માટે 50 કરોડની જોગવાઈ
  • ડીજીટલ પ્રોપટી કાર્ડ અને ગ્રામીણ પ્રોપટી કાર્ડ પદ્ધતિ અમલમાં મુકાશે
  • માર્ગ અને મકાન માટે 8 હજાર 812 કરોડની જોગવાઈ
  • 3500 કરોડના નવા રસ્તાનું બાંધકામ અને 2500 કિલોમીટરના રસ્તાનું રિસરફેસિંગ કરાશે
  • જિલ્લાના રસ્તાઓને 7 મિટર સુધી પોળા કરાશે
  • 730 કિલોમીટરના 58 રોડ ફોરલાઇન કરાશે
  • 317 કિલોમીટરના રાજ્ય ધોરીમાર્ગોને દ્વિ માર્ગીય કરવા 210 કરોડની જોગવાઈ
કાયદો અને વ્યવસ્થા
  • કાયદો અને વ્યવસ્થા માટે રૂ.5 હજાર કરોડની જોગવાઇ
  • 1 હજાર ટ્રાફિક પોલીસ કર્મીઓની નિમણૂક થશે
  • 3 જિલ્લમાં નવી જેલ માટે રૂ.4 કરોડની જોગવાઇ
  • મહત્વના શહેરો અને યાત્રા ધામોમાં સીસીટીવી
  • સ્માર્ટ સીટી યોજના અંતર્ગત અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના મુખ્ય રસ્તા અને ચાર રસ્તા પર સીસીટીવી મુકાશે, આ માટે 200 કરોડની જોગવાઇ
  • પોલીસ સ્ટેશન અને મકાન આવાસો માટે 120 કરોડ
  • ઈ-ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ 30 નવા સ્માર્ટ પોલીસ સ્ટેશન અને 100 નાગરિક લક્ષી સેવા માટે 33 કરોડની જોગવાઈ
  • પોલીસ દળના આધુનિકરણ અને ફોરેન્સિક સાયન્સ કેન્દ્રની સ્થાપના માટે 45 કરોડની જોગવાઈ
  • ગોધરા, આણંદ અને બોટાદ જિલ્લામાં નવી જેલો બનાવવા 4 કરોડની જોગવાઈ
  • મહિલા સામેના ગુનાઓની તપાસ માટે 26 સ્પેશ્યલ યુનિટ
  • પોલીસ ક્વાર્ટર બાંધવા 120 કરોડની જોગવાઈ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર
  • ખારીકટ કેનાલના પુનઃવિકાસ માટે 100 કરોડની જોગવાઈ
  • સરદાર સરોવર વિરાટ પરિયોજના માટે 5100 કરોડ
  • ગાંધીજીએ શિક્ષણ મેળવેલ રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલ સંકુલને વિશ્વસ્તરનું મ્યુઝિયમ બનાવવા 10 કરોડની જોગવાઈ
  • 120 નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટર અને ગંદા પાણી ના શુદ્ધિકરણ પ્લાન્ટ માટે 855 કરોડની જોગવાઈ
  • 39 નગર પાલિકાઓમાં પીવાના પાણી માટે 111 કરોડની જોગવાઈ
  • 31 શહેરમાં પાયાની જાહેર સુવિધા પુરી પાડવા 500 કરોડની જોગવાઈ
  • સ્માર્ટ સીટી મિશન હેઠળ ઇન્ટીગ્રેટેડ ટ્રેન્ઝિક મેનેજમેન્ટ સિસ્ટમ, કોમ કાર્ડ પેમેન્ટ સિસ્ટમ અને 24 કલાક પાણી પુરવઠા સિસ્ટમ માટે 597 કરોડની જોગવાઈ
  • સુરત ના ડાયમન્ડ ડ્રિમ સીટી ને 30 કરોડની જોગવાઈ
  • શહેરી વિસ્તારોમાં 1 લાખ એફોર્ડેબલ આવાસો બાંધવા 1340 કરોડની જોગવાઈ
  • પ્રધાન મંત્રી આવાસ યોજના અને મુખ્ય મંત્રી આવાસ યોજના અંતર્ગત 45 હજાર આવાસોનું બાંધકામ
  • સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 255 કરોડની ફાળવણી
  • મહાનગર પાલિકાઓમાં રખડતા ઢોરથી ટ્રાફિકની સમસ્યા અને ગંદકીના પ્રશ્નો નિવારવા 16 કરોડની જોગવાઈ
  • 2 હજાર 87 કરોડના ખર્ચે રાજ્યના 9 કોરિડોરને ફોર લેન્ડ કરવામાં આવશે
  • ચાર મોટી નદીઓ પર પુલો બનાવવા 91 કરોડની જોગવાઈ
  • અમદાવાદ-બગોદરા-રાજકોટ હાઇવેને 6 લેન કરવા 50 કરોડની જોગવાઈ
English summary
Budget Session of the Gujarat Assembly. Finance minister will present the budget today. Refresh this page for more updates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X