For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત એરપોર્ટ પર સર્ચ ઓપરેશનઃ વધુ બે ભેંસો મળી આવી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 9 નવેમ્બરઃ સુરત એરપોર્ટ પર એક ભેંસ સ્પાઇસજેટની ફ્લાઇટ સાથે અથડાયા બાદ ઓથોરિટી દ્વારા હવાઇ સર્ચ અભિયાન હાથ ધરીને એરપોર્ટની હદમાં રહેલા વધુ પ્રાણીઓને પકડી પાડ્યાં હતા.

ઓથોરિટી દ્વારા વધુ બે ભેંસોની એરપોર્ટની હદમાંથી પકડવામાં આવી હતી. બાદમાં મન્યુનિસિપલ કર્મચારીઓની મદદથી એરપોર્ટ વિભાગ દ્વારા એ પ્રાણીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.

spicejet-surat
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી મનહર પટેલે જણાવ્યું કે, આ ઘણો જ મોટો વિસ્તાર હતો અને તેથી હવાઇ સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અમે બે ભેંસોને ટ્રેક કરવામાં સફળ રહ્યાં હતા અને એ પણ ચેકિંગ ચાલું કરી દેવામાં આવ્યું છેકે એરપોર્ટની હદમાં વધુ પ્રાણીઓ છેકે નહીં.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને ડિરેક્ટર જરનલ ઓફ સિવિલ ઓવિએશન દ્વારા સિવિલ એવિએશન મંત્રાલયની અલગથી તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. એવા આદેશ પણ આપવામાં આવ્યા છેકે તમામ એરપોર્ટની ફરતે સિમેન્ટની દિવાલ તૈયાર કરવામાં આવે.

સ્પાઇસજેટે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, ડાર્ક બેક્ગ્રાઉન્ડમાં ભેંસ જરા પણ દેખાઇ રહી નથી. અમે ત્યાં સુરતની ફ્લાઇટને ફરી શરૂ નહીં કરીએ જ્યાં સુધી અમને એ વાતની ખાતરી ન મળી જાય કે, અમારા ક્રૂ, એરક્રાફ્ટ, પેસેન્જરને કોઇ ખતરો નથી.

નોંધનીય છેકે, સ્પાઇસજેટની ફ્લાઇટ 140 પેસેન્જરને લઇને ઉડાન ભરી રહી હતી ત્યારે સુરત રનવે પર એક ભેંસ ફ્લાઇટ સાથે અથડાઇ હતી, જોકે તેના કારણે કોઇ ગંભીર નુક્સાન થયું ન હોવાથી વિમાનમાં મુસાફરી કરી રહેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

English summary
Authorities carried out air searches to find if more stray animals could still be inside the airport premises spread over 700 acres, days after a SpiceJet flight was hit by a buffalo at the Surat airport.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X