For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કૃષિમેળાનું ઉદઘાટન: મોડાસાના દસ ગામો બન્યા વાઇ-ફાઇ

|
Google Oneindia Gujarati News

મોડાસા, 18 ડિસેમ્બર: મુખ્યમંત્રીએ સર્વગ્રાહી કૃષિકલ્યાણ અને કિસાન હિતના અભિગમને મૂર્તિમંત કરતા રવિકૃષિ મહોત્સવ-કૃષિ કલ્યાણ મેળાના રાજ્યવ્યાપી અભિયાનની શૃંખલામાં આજે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કૃષિકલ્યાણ મેળાનો પ્રારંભ કર્યો હતો અને ૩૦ થી વધુ ધરતીપુત્રોને રૂ. 16 લાખના સાધન-સહાય હાથોહાથ આપ્યા હતા. આ પ્રસંગે આનંદીબેને પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કર્યું હતું.

krushi fair
મુખ્યમંત્રીએ ઘર શૌચાલય અને સ્વચ્છતા પ્રત્યે ભૂતકાળના કોંગ્રેસી શાસકોએ 50-50 વરસો ઉપેક્ષા જ સેવી હતી તેની આલોચના કરતાં ઉમેર્યું કે, છેલ્લા ૧૪ વર્ષમાં સર્વાંગી વિકાસ અને સ્વચ્છતા-સફાઇના પ્રેરક કાર્યોથી ગુજરાતમાં સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર ચરિતાર્થ કર્યો છે.

krushi fair
મુખ્યમંત્રીએ કુપોષણમુક્ત ગુજરાતની નેમને પાર પાડવા આદિજાતિ વિસ્તારોમાં શાળાના કુપોષિત હરેક બાળકોને 200 મિ.લી. દૂધ દરરોજ આપવાની રાજ્ય સરકારની દૂધ સંજીવની યોજના કુપોષણ મુકિ્તની જડીબુટ્ટી બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી. આનંદીબેને આ યોજનામાં આંગળવાડીના ભૂલકાઓને પણ આવરી લઇ દૂધ સંજીવની વાનને પ્રસ્થાન કરાવ્યું હતું.

krushi fair
મોડાસાના 10 ગામો વાઇફાઇ કનેક્ટીવીટીથી જોડવા સાથે મોડાસા સીટી વાઇફાઇ, સાયબર કીટલી તથા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનનું પણ લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું તેમજ રૂ. 30 કરોડના ખર્ચે મોડાસા ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમૂર્હત અને સ્માર્ટ વિલેજીસ અંતર્ગત સરપંચઓ દ્વારા બેસ્ટ પ્રેકટીસીસ અંગેના પુસ્તકનું વિમોચન પણ તેમણે કર્યું હતું.

krushi fair
English summary
CM Anandiben Patel inaugurate Krushi Fair in Modasa. 10 village connected with wifi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X