For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા સશક્તિકરણમાં આનંદીબેન પટેલની આગેકૂચ

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 મે: ગુજરાતનું સુકાન સંભાળ્યે આનંદીબેન પટેલને 22 મેના રોજ એક વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષનું સરવૈયું એવું કહે છે કે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન રહેતા મહિલા સશક્તિકરણને માટે જે અભિયાન ચલાવ્યું હતું તેને આનંદીબેન પટેલે બખૂબી આગળ ધપાવ્યું છે.

મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે તેમના નેતૃત્વની સરકારને એક વર્ષ પૂર્ણ થતા અરવલ્લી જિલ્લાની આદીવાસી મહિલાઓનું સન્માન કર્યું હતું. આનંદીબેને એવા મહિલા સંગઠનોનું પણ સન્માન કર્યું જેમણે હેન્ડપંપ રિપેરિંગ જેવા કાર્યોમાં પણ કાર્યરત છે. આનંદીબેને આ મહિલાઓના કાર્ય અને સંઘર્ષને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વખાણ કરતા જણાવ્યું કે 'આ છે સાચા અર્થમાં નારીનું સશક્તિકરણ.'

આનંદીબેન પટેલના સાશનમાં તેમણે પોતાના 2015-2016ના રાજ્યના અંદાજ પત્રમાં મહિલાઓ માટે ખાસ યોજનાઓ, રાહતો માટે નાણાની જોગવાઇ કરવામાં આવી છે. ત્રણ લાખ સ્વ મદદ મહિલા સંગઠનોને અટલ પેંશન યોજના હેઠળ સાંખી લેવાની યોજના છે. મહિલાઓની સુરક્ષા અને તેમને ઝડપી ન્યાય, તેમજ બજેટમાં મહિલાઓ માટે ખાસ નારી અદાલત અને 181 અભયમ (24x7 હેલ્પલાઇન)ની જોગવાઇ છે.

આનંદીબેનની સરકાર રાજ્યમાં એક 'મહિલા પશુપાલક'ની આર્મી બનાવવા જઇ રહી છે. આ મહિલાઓને એનિમલ હસબન્ડરીમાં પ્રોત્સાહન પુરુ પાડવામાં આવશે. 'દૂધ ઘર' માટે 50 ટકાથી પણ વધારે વૂમન મિલ્ક કોઓપરેટિવ્સ સોસાયટી ઊભી કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા અભિયાન અને ટોયલેટ ફોર ઓલ પણ ગુજરાતના વિકાસ માટે નોંધનીય છે. આ ઉપરાંત રાજ્યના 'સુરક્ષા સેતુ' કાર્યક્રમ હેઠળ મહિલાઓને સ્વ-રક્ષા માટે તૈયાર કરવામાં આવે છે.

નારી સશક્તિકરણ માટે મુખ્યપ્રધાન કેટલા સક્રીય છે તેનું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે તેમણે હાલમાં ગીરની મુલાકાત લીધી, અત્રે મુખ્ય પ્રધાને ખુદ વન મંડળીની મહિલાઓ સાથે મુલાકાત કરી અને તેમના પ્રશ્નો સાંભળવાનો પ્રયત્ન કર્યો. તેમજ તેમને સોશિયલ સિક્યુરીટી સ્કિમ વિશે માહિતી આપી અને તેમના હક્કો અને અધિકારો વિશે જણાવ્યું.

આનંદીબેન પટેલ વડાપ્રધાનની ટીમ ઇન્ડિયામાં પણ સામેલ છે, જે હેઠળ તેમણે રાષ્ટ્રીય સ્તરની વૂમન ડેવલોપમેન્ટ વર્કશોપમાં હાજરી આપી હતી, અને અત્રેથી 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનને રાષ્ટ્રીય સ્તરે શરૂ કર્યુ હતું. જે બાળકીઓના વિકાસ અને તેમના શિક્ષણ માટે ખૂબ જ કારગર થશે.

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકે આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણમાં ઉમદા ફાળો આપ્યો છે. ગુજરાતમાં મહિલાઓને આગળ લાવવા માટે તેમણે જુદા-જુદા પ્રયાસો હાથ ધર્યા છે. તમામ સરકારી ખાતામાં મહિલાઓને 33 ટકા અનામત આપવાની વાત હોય કે પોલીસમાં અથવા મહિલા દિવસની ઊજવણી હોય તરેક બાબતમાં આનંદીબેન સરકાર મહિલાઓ માટે એક પાયાનો પત્થર સાબિત થઇ છે.

આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા અભિયાન અને ટોયલેટ ફોર ઓલ પણ ગુજરાતના વિકાસ માટે નોંધનીય છે. આ ઉપરાંત રાજ્યના 'સુરક્ષા સેતુ' કાર્યક્રમ હેઠળ મહિલાઓને સ્વ-રક્ષા માટે તૈયાર કરવામાં આવે છે.

આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલ

નારી સશક્તિકરણ માટે મુખ્યપ્રધાન કેટલા સક્રીય છે તેનું ઉદાહરણ ત્યારે જોવા મળ્યું જ્યારે તેમણે હાલમાં ગીરની મુલાકાત લીધી, અત્રે મુખ્ય પ્રધાને ખુદ વન મંડળીની મહિલાઓ સાથે મુલાકાત કરી અને તેમના પ્રશ્નો સાંભળવાનો પ્રયત્ન કર્યો. તેમજ તેમને સોશિયલ સિક્યુરીટી સ્કિમ વિશે માહિતી આપી અને તેમના હક્કો અને અધિકારો વિશે જણાવ્યું.

આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલ વડાપ્રધાનની ટીમ ઇન્ડિયામાં પણ સામેલ છે, જે હેઠળ તેમણે રાષ્ટ્રીય સ્તરની વૂમન ડેવલોપમેન્ટ વર્કશોપમાં હાજરી આપી હતી, અને અત્રેથી 'બેટી બચાવો બેટી પઢાવો' અભિયાનને રાષ્ટ્રીય સ્તરે શરૂ કર્યુ હતું. જે બાળકીઓના વિકાસ અને તેમના શિક્ષણ માટે ખૂબ જ કારગર થશે.

આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલ

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન તરીકે આનંદીબેન પટેલે મહિલા સશક્તિકરણમાં ઉમદા ફાળો આપ્યો છે. ગુજરાતમાં મહિલાઓને આગળ લાવવા માટે તેમણે જુદા-જુદા પ્રયાસો હાથ ધર્યા છે.

English summary
Narendra Modi as then Chief Minister of Gujarat had set a high bar on government interventions for Gender Justice ranging from girl child enrolment to female infanticide. Thus it was no coincidence that his successor was also the first woman Chief Minister of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X