For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

rtegujarat.org વેબપોર્ટલની CM વિજય રૂપાણી હસ્તે થઇ શરૂઆત

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ સામૂહિક જવાબદારી સેમિનારનો સીએમ વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ થયો હતો. ત્યારે આ વધુ વાંચો અહીં....

|
Google Oneindia Gujarati News

શનિવારે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના શિક્ષણ વિભાગના ઉપક્રમે મહાત્મા મંદિર ગાંધીનગરમાં 'ગુણવત્તાયુકત પ્રાથમિક શિક્ષણ-સામૂહિક જવાબદારી' સેમિનારનું ઉદ્દઘાટન કર્યુ હતું. સીએમ વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જીન અને રોલ મોડેલ છે ત્યારે તેના મૂળભૂત પાયામાં રહેલા શિક્ષણને મહત્વ આપવુંએ શિક્ષકવર્ગનું દાયિત્વ છે. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર પ્રારંભિક શિક્ષણ-પ્રાથમિક શિક્ષણને ટોપ પ્રાયોરિટી આપીને શિક્ષણ તથા આનુષાંગિક સવલતો માટે માતબર બજેટ ફાળવે છે તેની ભૂમિકા આપી હતી. તેમણે કહ્યું કે, રાજ્યમાં સમયાનુકુળ માંગ અનુરૂપ ઇ કલાસ, સ્માર્ટ લર્નીગ જેવી સુવિધાઓ સરકારી શાળાઓમાં પણ સહજ બનાવીને સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ, મઝદૂર, વંચિત, શોષિત પરિવારોના બાળકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ આપવાની નેમ સરકારે રાખી છે.

cm

મુખ્યમંત્રીએ બાળકના પાયાના ઘડતરથી જ તેને પડકારો ઝિલવા સક્ષમ બનાવવા તેમજ માત્ર સિલેબસ જ નહિ સંસ્કાર ગુણવત્તાનું શિક્ષણ આપવા શિક્ષકવર્ગોને આહવાન કર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ ગુણવત્તાયુકત શિક્ષણ માટે રાજ્યના જે શિક્ષકોએ સ્વયં ઇનીશ્યેટીવ્ઝ લઇને જે નવોન્મેષી પ્રયોગો કર્યા છે તેની સફળતાની ગાથા અન્યો માટે પ્રેરક બને તે માટે તેનું દસ્તાવેજીકરણ કરીને અંતરિયાળ-દૂર દરાજના ક્ષેત્રો સુધી પહોચાડવાનું સૂચન પણ કર્યુ હતું.

education


આ પ્રસંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે સમાજમાં સામૂહિક જવાબદારી નિર્માણ કરવી પડશે. આ કાર્યમાં શિક્ષક નિમિત્તરૂપ છે, સરકાર શ્રેષ્ઠ સહયોગી છે, પરંતુ સમાજે જ આ મહાયજ્ઞમાં સૌથી વધુ સક્રિય અને ભાગીદાર બનવું જ પડશે. આ આત્મચિંતન શિબિરમા ધોરણ 5 થી 8ના વિષયોને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા વધુ રસપ્રદ બનાવતા e-content પ્રોગ્રામનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું હતું. મુખ્યમંત્રીએ આજે rtegujarat.org વેબપોર્ટલની પણ શરૂઆત કરી હતી.

English summary
CM inaugurates seminar on ‘Qualitative Primary Education – Collective Responsibility’ at Mahatma Mandir. And also launches a web-portal on Right to Education providing info on educational facilities & 25% reservation for poor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X