For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM રૂપાણીએ ગાડીનો કાફલો થોભાવી અકસ્માતગ્રસ્તોની કરી મદદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર હાઇવે પર પોતાની ગાડીઓને કાફલો રોકી અકસ્માતગ્રસ્ત પરિવારની મદદ કરી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરળતા અને માનવતાની સાબિતી આપતો એક બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વિજય રૂપાણી ગાંધીનગર હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતા એ દરમિયાન હાઇવે પર સર્જાયેલ એક અકસ્માત પર તેમની નજર પડી. પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વગર વિજય રૂપાણીએ પોતાની ગાડી થોભાવી અને અકસ્માતમાં ઘાયલ લોકોની મદદે પહોંચ્યા.

vijay rupani

રવિવારના રોજ ગાંધીનગર-કોબા હાઇવે પર એક રિક્ષા પલટાઇ જતાં અકસ્માત સર્જાયો હતો અને તેને કારણે રોડ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. વિજય રૂપાણીના ધ્યાનમાં આ બનાવ આવતાં તેમણે તુરંત પોતાની ગાડીનો કાફલો થંભાવી ઇજાગ્રસ્તોની મદદ આગળ આવ્યા હતા. એક ઇજાગ્રસ્ત મહિલાને તેમણે પોતાના કાફલાની એક ગાડીમાં હોસ્પિટલ મોકલી હતી.

vijay rupani

રવિવારના રોજ જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ ખાતે રેડ ક્રોસ ભવનનું ઉદઘાટન કર્યું હતું. ગુજરાત સરકારના સહયોગથી ગુજરાત રોડ ક્રોસ થેલેસિમિયા પ્રિવેન્શન પ્રોગ્રામમાં અસરકારક કામગીરી બજાવી રહ્યું છે. આ સાથે જ રેડ ક્રોસ બ્લડ બેંકને મોબાઇલ બ્લડ બેંક કલેક્શન વાનનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

vijay rupani
English summary
CM Vijay Rupani stops his car ti help accident victims on Gandhinagar-Koba highway.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X