For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગી ધારાસભ્યોએ ગુજરાત વિધાનસભાની ગરિમાને લજવી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 27 માર્ચ: ગઇકાલનો દિવસ ગુજરાતની રાજકારણમાં એક કલંકરૂપ રહ્યો. કોંગ્રેસી ધારાસભ્યોએ ગૃહમાં પોતાની વાત રજૂ કરવા માટે સમય નહી ફાળવતા ઉશ્કેરાઇ જઇને વિધાનસભામાં તોડફોડ કરી હતી, પ્રાંગણમાં મૂકેલા કૂંડાઓનો પણ તેમણે તોડી નાંખ્યા હતા. દસ મિનિટ માટે કોંગ્રેસી ધારાસભ્યોએ વિધાનસભાની ગરિમાને નેવે મૂકી દીધી.

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન ગૃહ વિભાગની માંગણી પર વિરોધ પક્ષને બોલવાના સમયમાં કાપ મૂકીને માત્ર દસ મિનિટ ફાળવાતા શંકરસિંહ વાઘાલાએ તેનો સખત વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે અધ્યક્ષે કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. સાર્જન્ટ દ્વારા તેમને ગૃહની બહાર ધકેલવામાં આવ્યા જેથી તેઓ પોતાનો કાબૂ ગુમાવી બેઠા અને અધ્યક્ષ પર ગાદીઓ ફેંકી, વિધાનસભાની બહાર કૂંડાઓ અને અન્ય લાકડાના ફર્નિચરને તોડી પાડ્યું હતું.

gujarat assembly
શા માટે કોંગ્રેસી ધારાસભ્યો રોષે ભરાયા
આ ઘટના અંગે કોંગ્રેસી ધારાસભ્યોનું એવું કહેવું છે કે તેમને વિધાનસભામાં પોતાનો પક્ષ રાખવા માટે કોઇ સમય ફાળવવામાં આવ્યો નહીં. શંકરસિંહ વાઘેલાએ એવો આક્ષેપ લગાવ્યો કે અધ્યક્ષ પણ ભાજપી ધારાસભ્યોના ઇશારે કામ કરે છે. તેમણે જણાવ્યું કે અધ્યક્ષ કોંગ્રેસી ધારાસભ્યો માટે તત્વો જેવા શબ્દો વાપરે તે છાજતું નથી.

બે દાયકા બાદ આવી શરમજનક ઘટના
આ તોડફોડમાં કોંગ્રેસના ચાર ધારાસભ્યોને પણ ઇજા પહોંચી હતી. આરોગ્ય મંત્રી નિતિન પટેલે જણાવ્યું કે કોંગ્રેસી નેતાઓનું આ આયોજનપૂર્ણ કૃત્ય હતું. જે શરમજનક બાબત છે. બે દાયકા બાદ આવી શરમજનક ઘટના ગુજરાત વિધાનસભામાં બની છે, આ પહેલા પણ કોંગ્રેસે ગૃહમાં તોડફોડ કરી હતી.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X