For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે ચૂંટણી પંચના નિર્ણયને કહ્યું "સત્યની વિજય"

ચૂંટણીપંચે કોંગ્રેસના આરોપોને સાચા ઠેરવીને તેના બે નેતાઓના મતને કર્યા રદ્દ. ચૂંટણી પંચના આ નિર્ણય પછી કોંગ્રેસી નેતાઓ વ્યક્ત કરી ખુશી. અહીં વાંચો તેમની પ્રતિક્રિયા.

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યસભામાં ચૂંટણીમાં મોડી રાતે ચૂંટણી પંચ કોંગ્રેસ માટે એક સારા સમાચાર લઇને આવ્યું છે. લાંબા વિવાદ બાદ ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે તે કોંગ્રેસના બન્ને ધારાસભ્યો ભોળાભાઇ ગોહિલ અને રાધવજી પટેલના વોટને અમાન્ય જાહેર કર્યા છે. અને સાથે જ ગુજરાત રાજ્યસભાના પરિણામો માટે મતગણતરી શરૂ કરાવી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો આરોપ હતો કે આ બન્ને નેતાઓએ કોંગ્રેસના એજન્ટને વોટ બતાવાની જગ્યાએ ભાજપના નેતાઓને પરચી બતાવી હતી. અને આ ઉપર વીડિયો ફૂટેજમાં પણ પુરાવા મળતા ચૂંટણી પંચે લાંબે માથાકૂટ બાદ આ બન્ને વોટને રદ્દ જાહેર કર્યા છે.

congress bharatsingh

કોંગ્રેસની વાત ચૂંટણી પંચે સ્વીકારી તેમના હકમાં નિર્ણય આવતા કોંગ્રેસી નેતાઓએ આ વાતને આવકારી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આર.એસ સુરજવાલાએ જણાવ્યું કે ભાજપના તમામ કાવાદાવા પછી સત્ય બહાર આવ્યું છે અને અહમદ પટેલ હવે જરૂર જીતશે. તો બીજી તરફ ગુજરાતના કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીએ પણ કહ્યું છે કે ચૂંટણી પંચના આ નિર્ણય પછી કોંગ્રેસી કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. અને આજે લોકશાહીની જીત થઇ છે. સાથે જ તેમણે અહમદ પટેલ ભારે મતો સાથે જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

English summary
Gujarat RS Poll : Congress leaders reaction after EC support their claim
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X