For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NEET મામલે કોંગ્રેસે રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર

આજે નિટ મામલે રાજ્યપાલને આપવામાં આવ્યું આવેદનપત્ર. તમિલનાડુની જેમ ગુજરાત સરકાર પણ આ મામલે ત્વરિત પગલા લે તેવી વાલીઓ અને કોંગ્રેસની માંગ છે. વિગતવાર જાણો અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

તમિલનાડુ સરકારે ત્યાંના વિધાયાર્થીઓને નીટ ની પરીક્ષા માંથી મુક્તિ આપવા માટે વાટ હુકમ બહાર પાડીને નીટ પરીક્ષામાંથી રાહત આપી હતી. ત્યારે રાજ્યના 47 હાજર વિદ્યાર્થીઓને આ પ્રકારની રાહત આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ રહી હતી. આ મુદ્દે કૉંગ્રેસ્ દ્વારા વિધાર્થીઓના વાલીઓ સાથે મળીને ગાંધીનગર ખાતે ધારણા કાર્યક્રમ યોજ્યો હતો. તેમ કૉંગ્રેસ્ પ્રમુખ ભરતસિંહ સોલકી અને શક્તિસિંહ ગોહિલ અને અન્ય આગેવાનોએ મળીને રાજ્યપાલને આ મુદ્દે આવેદન પાત્ર આપ્યું હતું.

Congress

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ રાજ્યની તમામ કોલેજોમાં નીટની પરીક્ષા લેવાઇ હતી. સીબીએસઈ દ્વારા ગુજરાતી, બંગાળી અને તમિલ ભાષાના અલગ પેપર કરવામાં આવ્યા હતા. જે અંગ્રેજી માધ્યમ કરતા અલગ નીકળતા વાલીઓએ હંગમો કર્યો હતો. અને મુખ્યમંત્રીથી લઈને શિક્ષણ મંત્રીને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં રાજ્ય સરકારે નીટ મુક્તિ માટે કોઈ પગલાં લીધા નહોતા. વાલી આ મામલે હાઇ કોર્ટમાં પણ ગયા હતા. સુપ્રીમ કોર્ટે આ મામલે નોંધ્યું હતું કે ગુજરાત ના વિદ્યાર્થી સાથે ખોટું થયું છે. તો રાજ્ય સરકારે સુપ્રીમમાં પણ રજુઆત નહિ કરીને અન્યાય કર્યો હતો.

English summary
Congress submitted application on NEET to Gujarat governor. Read here with more details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X