For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે ગ્રામ પંચાયતની મતગણતરી શરુ

સમગ્ર ગુજરાતમાં 27 ડિસેમ્બરે યોજાયેલી 8624 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મતગણતરી શરુ થઇ ગઇ છે...

By Manisha Zinzuwadia
|
Google Oneindia Gujarati News

સમગ્ર ગુજરાતમાં 27 ડિસેમ્બરે યોજાયેલી 8624 ગ્રામ પંચાયતની ચૂંટણીની આજે મતગણતરી શરુ થઇ ગઇ છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં કુલ મતદાન 80.12 % જેટલુ ઉચું થયુ હતુ. આજે સવારે 8 વાગે મતગણતરી શરુ કરવામાં આવી છે.

gujarat


ગીર સોમનાથ જિલ્લાની 253 ગ્રામ પંચાયત પૈકી 88 ગામોની મત ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે કુલ 2000 થી વધુ પોલીસ કર્મીઓ મત ગણતરી કેન્દ્રો પર તૈનાત કરવામાં આવ્યા છે. 5500 જેટલો પોલિંગ સ્ટાફ મત ગણતરીમાં રોકાયેલો છે. ગ્રામ્ય વિસ્તારના લોકોનો સમૂહ મત ગણતરી કેન્દ્રો પર ઉમટી પડ્યો છે.

ભરૂચ જિલ્લાની 388 ગ્રામ પંચાયતની ચૂંટણી મતગણતરી માટે 9 કેન્દ્રોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સવારે 8 કલાકથી પ્રત્યેક કેન્દ્ર પર 2000 કરતા વધારે કર્મચારીઓ દ્વારા ગણતરી હાથ ધરવામાં આવી છે. 388 બેઠક સામે 1087 સરપંચ માટેના ઉમેદવાર અને 2729 વોર્ડ સભ્યોની બેઠક સામે 7145 વોર્ડ સભ્યોના ઉમેદવારોનું ભાવિ આજે ખુલશે. મત ગણતરી કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

counting

ભરૂચ જિલ્લાના તાલુકાવાર મતગણતરી કેન્દ્રો

1. કે.જે.પોલીટેક્નિક કોલેજ,ભરૂચ. 2. જીલવાળા સ્કૂલ, અંકલેશ્વર. 3. શાહ કોલેજ, જંબુસર. 4. સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, ઝગડીયા. 5. વાગરા હાઈસ્કૂલ, વાગરા. 6. મામલતદાર કચેરી, આમોદ. 7. રંગ નવચેતન હાઈસ્કૂલ, વાલિયા. 8. એન.એચ.ભક્તા હાઈસ્કૂલ, નેત્રંગ. 9. તાલુકા પંચાયત કચેરી, હાંસોટ.

સાંબરકાંઠામાં કુલ 196 ગ્રામ પંચાયતો પૈકી 9 સમરસ થઈ હતી. જ્યારે 189 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં 77.15 ટકા મતદાન થયુ હતું. આજે હિંમતનગરમાં મતદાન કેન્દ્રો પાસે ઉમેદવારોની ભીડ ઉમટી પડી છે. સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત છે. બેલેટ પેપરથી ગણતરી હાથ ધરાઈ હોવાથી મોડી સાંજ સુધીમાં સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

suraksha

રાજકોટમાં 524 ગ્રામ પંચાયતો પૈકી 120 ગ્રામ પંચાયતો સમરસ બની હતી અને 420 ગ્રામ પંચાયત માટે યોજાયેલી ચૂંટણીમાં 79.47 ટકા મતદાન થયુ હતું. વલસાડમાં ઉમરગામ તાલુકાની 30 ગ્રામ પંચાયતો માટે મતગણતરી ચાલી રહી છે.

પાટણમાં પણ 160 ગ્રામ પંચાયતની બેઠકો માટે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરુ થઇ ગઇ છે. પાટણમાં 185 ગ્રામ પંચાયતની બેઠકો આવેલી છે. જેમાંથી 25 બેઠકો સમરસ જાહેર થઇ હતી. પાટણમાં 160 બેઠકો પર 83.85 ટકા મતદાન થયું હતું..

English summary
counting has started for gujarat gram panchayat election held on 27th december
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X