For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: વરસાદ આવે કે વાદળ ગરજે, અમે તો ગરબા કરવાના!

|
Google Oneindia Gujarati News

ગુજરાતીઓની એક વાત મસ્ત મઝાની છે કે ગુજરાતી પ્રજા ધાર્યું કરનારી છે. મુશ્કેલી ભલે પડે પણ મુશ્કેલીમાં પણ મઝા કરવાનું ગુજરાતીઓ નથી ભૂલતા. અને એટલા માટે જ તો આ નવરાત્રીએ વરસાદી નિરાશા વચ્ચે પણ ગુજરાતી લોકો તેમના રંગમાં ભંગ બિલકુલ નથી થવા દીધો. વરસાદ આવે તો આવે છત્રી લઇને નાચશું, પલળીશું પણ ગરબા તો રમીને જ રહીશું.

ગરબા આયોજકને વરસાદે કેટલા રૂપિયાનો ફટકો લગાવ્યો, જાણોગરબા આયોજકને વરસાદે કેટલા રૂપિયાનો ફટકો લગાવ્યો, જાણો

ત્યારે છઠ્ઠા નોરતે નવરાત્રી આમ પતી જશે તે પહેલા નાચી લેવા દે તેવી ઇચ્છા સાથે ગુજરાતભરના ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા. ત્યારે નવરાત્રીમાં ખેલૈયાઓ કેવો જલસો પાડ્યો છે જુઓ નીચેની આ તસવીરોમાં....

જીન્સ પેન્ટ વાળી નવરાત્રી

જીન્સ પેન્ટ વાળી નવરાત્રી

વરસાદ હોવા છતાં લોકો નીચે કાદવ વાળી જમીન પર આ રીતે પ્લાસ્ટિક લગાવીને નાચ્યા હતા. અને નવલી નવરાત્રીને જરા હટકે લૂક આપવા માટે આ રીતે કૂલ ડેનિમ અવતાર પણ બતાવ્યો હતો.

ગરબાની મઝા

ગરબાની મઝા

અરે ભાઇ ગરબાની મઝા તો લેવાની જ હોયને સંપૂર્ણ પરંપરાગત રીતે તૈયાર થઇને યુવતીઓ ખેલ્યા હતા ગરબા.

સૈનિકોને કર્યા યાદ

સૈનિકોને કર્યા યાદ

એટલું જ નહીં નવરાત્રીમાં ભારતના વીર શહીદ સૈનિકોને પણ લોકોએ યાદ કર્યા હતા. અને ત્રિરંગી નવરાત્રીના સફા પહેરી બેનર બતાવી પાકિસ્તાનને સીધા થઇ જવાની ચેતવણી પણ આપવામાં આવી હતી.

આભલા કેરી કોર...

આભલા કેરી કોર...

તો ગરબામાં મહિલાઓ સોળે શણગાર સજી માં દુર્ગાના નવલા નોરતા ગાયા હતા.

ફેશનનો ફટકો

ફેશનનો ફટકો

જો કે નવરાત્રી ટાણે ફેશનની ફાવટ પણ મસ્ત જોવા મળી હતી. શોખીન લોકોએ નવરાત્રી સમયે તેમના સજવાના શોખ કંઇક આમ પૂરા કર્યા હતા.

નવરાત્રી

નવરાત્રી

હવે બસ થોડા જ દિવસ ચાલનારી નવરાત્રીને લોકો મનમાં મન ભરીને માણી લેવા માંગતા હતા. અને તેમના ચહેરા પર નવરાત્રીની ખુશી સાફ દેખાતી હતી.

નવરાત્રી

નવરાત્રી

મિત્રોની મહફિલ, સંગીતનો સાથ અને ગરબાની રમજટ નવલી નવરાત્રીની આ ખાસિયત તેને આસ્થા, ભક્તિ અને એક અનહદ ખુશી સાથે કંઇક ખાસ બનાવે છે.

અંબા આવો તો રમીએ

અંબા આવો તો રમીએ

ચહેરા પર સ્મિત લઇને માં અંબાના ભક્તોએ નવલી નવરાત્રીમાં માતાજીને યાદ કરી કંઇક આ રીતે નવરાત્રી માણી હતી.

English summary
Even with Rain, Gujarati enjoyed Navratri. See pics here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X