For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પત્રકારની હત્યામાં બીજેપી નેતાના પુત્ર ઉપર આરોપ

|
Google Oneindia Gujarati News

(માનસી પટેલ) જૂનાગઢમાં કાલે મોડી સાંજના પત્રકાર કિશોર દવેની તેમની જ ઓફિસમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રુર હત્યા થવાની ઘટના બહાર આવતાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં તેમના પરિવારજનોએ ચોંકાવનારી વિગતો કહી છે. પરિવારજનોએ કિશોર દવેની હત્યા પાછળ બીજીપીના પૂર્વ મંત્રી રતિલાલ સુરેજાના છોકરા ડો.ભાવેશ સુરેજા પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

જય હિન્દ સમાચારના બ્યૂરોચીફ કિશોર દવેની ઓફિસમાં જ કરાઇ ધાતકી હત્યાજય હિન્દ સમાચારના બ્યૂરોચીફ કિશોર દવેની ઓફિસમાં જ કરાઇ ધાતકી હત્યા

'જય હિંન્દ સમાચારના બ્યૂરો ચીફ તેવા કિશોર દવેના હત્યા પાછળ જ્યારે આ રાજકીય એન્ગલ બહાર આવ્યો છે ત્યારે નોંધનીય છે કે રતિલાલ સુરેજા ગુજરાતના મોદી સરકારમાં કૃષિ મંત્રી રહી ચુક્યા છે. પરિવારજનોનું કહેવું છે કે ગત એક વર્ષથી કિશોર દવે અને ડો.ભાવેશ સુરેજા વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. ડો.ભાવેશ સુરેજા વિરુદ્ધ મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો જેને પત્રકાર કિશોર દવેએ પોતાના છાપામાં પ્રકાશિત કર્યું હતું. તે પછી ભાવેશે કિશોર વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

junagadh

ત્યારે કિશોર દવેના પરિવારજનોના મતે આ અંગે જ અંગત અદાવત રાખીને આ કારમી હત્યાને અંજામ આપવામાં આવ્યો હોય છે. ત્યારે પોલિસે હાલ તો આ તમામ માહિતી મેળવીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આવનારા સમયમાં આ હત્યામાં મોટા નામ ખુલ્લી શકે છે.

English summary
Family blame on Bhavesh son of BJP leader Ratilal Sureja for brutal murder of Kishor Dave
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X