For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોડાસા, હિંમતનગર, અમદાવાદ થયા પાણીથી ત્રસ્ત, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ફરી મેધમહેર શરૂ થઇ ગઇ છે. જેના કારણે સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું છે. એક બાજુ જ્યાં સાતમ આઠમ જેવા તહેવારોની ઉજવણી ચાલી રહી છે ત્યાં જ બીજી તરફ વરસાદે તહેવારની મઝા બગાડી છે. હવામાન ખાતા દ્વારા પણ અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ચેતવણી આપી છે.

ગુજરાતમાં વિવિધ સ્થળે લાગ્યો સાતમ-આઠમનો મેળો, વરસાદે મઝા મારીગુજરાતમાં વિવિધ સ્થળે લાગ્યો સાતમ-આઠમનો મેળો, વરસાદે મઝા મારી

ત્યારે આજે સવારથી જ સતત વરસી રહેલા વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોને જળમગ્ન કર્યા છે. તો બીજી તરફ મોડાસા 5 ઇંચ, પાલનપુર 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થિતિ વણસી છે. ટ્રાફિક જામની સમસ્યાની સાથે જ લોકોની સામાન્ય અવરજવર પણ અટકાઇ છે. ત્યારે ગુજરાતભરમાં આજે કંઇ જગ્યાએ કેટલો વરસાદ થયો અને તેના કારણે ત્યાં કેવી સ્થિતિ સર્જાઇ જાણો અહીં...

મોડાસામાં 5 ઇંચ

મોડાસામાં 5 ઇંચ

મોડાસામાં એક સાથે 5 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. મોડાસાના બાયપાસ માર્ગ ઉપર આવેલ બાડેસર અને સાંઇમંદિર પાસેનું ઓધારી તળાવ ઓવરફલો થયું હતું. તાલુકાના મડાસણાથી ધોલીયા જતા માર્ગની ડીપ ઉપર ભારે પાણી ફરી વળતાં ધોલીયાનો સંપર્ક તૂટયો હતો. અને ફસાયેલા વિદ્યાર્થીઓને ગ્રામજનોએ તથા આસપાસના સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા.

પાલનપુર, આબુ પણ બેહાલ

પાલનપુર, આબુ પણ બેહાલ

તો બીજી તરફ સવારે પાલનપુર 4 ઇંચ વરસાદ તથા આબુ રોડ પોણા 3 ઇંચ વરસાદ પડતા રસ્તા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને ટ્રાફિક જામ સર્જાવાની સાથે જ વિસ્તારમાં ઠંડી પ્રસરી ગઇ હતી.

મોડાસા

મોડાસા

મોડાસાના ગઢડાકંપા નજીક આવેલ રેલ્વેનું ગરનાળું તૂટી જતાં કંપામાં પાણીનો ધસમસતો પ્રવાહ ઘૂસી જતાં લોકોની દોડધામ મચી હતી.

વાત્રક જળાશય છલકાયા

વાત્રક જળાશય છલકાયા

વાત્રક જળાશયમાં 5383 કયુસેક અને વૈડી જળાશયમાં 1530 કયુસેક પાણીની આવક બંન્ને જળાશયો છલકાયા હતા. અને વાત્રક જળાશયમાંથી 5 હજાર કયુસેક અને વૈડી જળાશયમાંથી 1530 કયુસેક પાણી છોડાયું હતું.

હિંમતનગરમાં પણ પાણીની રેલ

હિંમતનગરમાં પણ પાણીની રેલ

હિંમતનગરના નીચાણવાળા વિસ્તારોમાં આવેલ બેરણા રોડ, મહાવીરનગર સહિત અન્ય ઠેકાણે વરસાદી પાણી ભરાઇ ગયા હતા. અને સામાન્ય જનજીવન ખોરવાયું હતું.

હિંમતનગર

હિંમતનગર

હિંમતનગરમાં ભારે વરસાદના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. તો સાથે જ સામાન્ય જનજીવન પણ ખોરવાયું હતું.

અમદાવાદ રજાની મઝા મારી વરસાદે

અમદાવાદ રજાની મઝા મારી વરસાદે

તો અમદાવાદમાં સાતમ આઠમની રજાની મઝા આજે સવારથી પડી રહેલા વરસાદે બગાડી હતી. અમદાવાદમાં ફરીથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદમા ઝોન પ્રમાણે આ મુજબ વરસાદ થયો હતો. પૂર્વ ઝોન 13.17,પશ્ચિમ ઝોન 12.00,નવા પશ્ચિમ ઝોન 3.00,મધ્ય ઝોન 8.00,ઉતર ઝોન 17.67,દક્ષિણ ઝોન 2.50,સરેરાશ વરસાદ 9.39 સવાર સુધીમાં પડ્યો હતો.

કચ્છમાં બસ તણાઇ

કચ્છમાં બસ તણાઇ

કચ્છના નખત્રાણા વિસ્તારના નેત્રા ગામ નજીક લાખિયાણી નદીના પ્રવાહમાં એસ.ટી બસ તણાઈ ગઇ હતી. જો કે બસ તણાવાતા જ બસ મા સવાર મુસાફર સહી સલામત બહાર કઢાયા. જેથી મોટી જાનહાનિ ટળી હતી.

English summary
See the photos of flood and heavy rain in some area of Gujarat. Area like Ahmedabad, himatnagar, modasa, kutch faces heavy rain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X