For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંહણને છંછેડતો વીડિયો, ગીર ફોરેસ્ટે શરૂ કરી તપાસ

|
Google Oneindia Gujarati News

જુનાગઢ, 24 નવેમ્બરઃ ફેસબુક અને વોટ્સએપ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર છેલ્લા બે દિવસથી એક વીડિયો ક્લિપ ફરતી થઇ છે, જેમાં ગીરના જંગલમાં એક વ્યક્તિ દ્વારા સિંહણ સાથે અયોગ્ય વર્તન કરવામાં આવી રહ્યું છે અને તેને છંછેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે તમામ વન્ય પ્રાણી પ્રેમીઓમાં ચિંતા અને રોષની લાગણી પ્રસરી ગઇ છે. બીજી તરફ વન વિભાગ દ્વારા આ વીડિયો ક્લિપને લઇને તપાસ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

યુટ્યૂબમાં અપલોડ કરવામાં આવેલી ક્લિપમાં અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં એક વ્યક્તિ બિમાર સિંહણની પૂંછડીને ખેંચી રહી છે અને તેની મૂવમેન્ટને ચકાસવા માટે તેને લાકડી મારી રહ્યો હતો.

ગીર વનવિભાગના અધિકારી અંશુમન શર્માએ જણાવ્યા પ્રમાણે, તેમણે તેમના સ્ટાફને આદેશ આપ્યા છેકે તેઓ એ વાતની તપાસ કરે કે આ વીડિયોમાં જે વ્યક્તિ દર્શાવવામાં આવી છે તે કોણ છે અને આ વીડિયો કયા વિસ્તારનો છે. આ વીડિયો કેટલી જૂની છે અને આ વીડિયોમાં જે સિંહણ દર્શાવવામાં આવી છે તે કોણ છે જેને જરૂરી મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર છે.

શર્માએ કહ્યું કે, સિંહણની નજીક આ પ્રકારની હરકત કરવી ઘણી જ જોખમી છે, પરંતુ જે પ્રકારે આ વ્યક્તિ એ સિંહણની પૂંછડીને ઉંચકી રહ્યો હતો અને લાકડી વડે તેની મૂવમેન્ટ ચેક કરી રહ્યો હતો, તેનાથી એવું લાગી રહ્યું છેકે આ સિંહણ પેરલાઇઝ્ડ હોઇ શકે છે.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/NTgyUR4RQ7M" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Forest department is investigating a clip on youtube which shows a person in rural Dhari belt of Amreli district pulls tail of sick lioness and hit her with stick to check her movement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X