For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ.બી.શાહ કમિશન રિપોર્ટ મામલે ગૃહમાં વિપક્ષનું વોકઆઉટ

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનો એમ.બી.શાહ કમિશન રિપોર્ટ અંગે હોબાળો રહ્યો યથાવત જાણો વધુ અહીં.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

ગત થોડા સમયથી ગુજરાત વિધાનસભામાં એમ.બી.શાહ કમિશન રિપોર્ટના મામલે અનેક વાર ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી જતા હંગામો થયો છે. નોંધનીય છે કે એમ.બી.શાહ કમિશને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયકાળ દરમિયાન થયેલા ભષ્ટ્રાચારોના આક્ષેપની તપાસ કરીને રિપોર્ટ બનાવ્યો હતો. કોંગ્રેસની માંગ છે કે આ રિપોર્ટને ગૃહમાં રજૂ કરવામાં આવે. અને આ જ કારણે આજે પણ કોંગ્રેસ ગૃહમાં પોતાનો વિરોધ નોંધાવી છેવટે વોકઆઉટ કર્યું હતું.

congress


કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્લે કાર્ડ બતાવવવામાં આવ્યા. અને ગૃહમાં શક્તિસિંહએ નિવેદન આપ્યું હતું કે કમિશનનો રિપોર્ટએ ગૃહની પ્રોપટી છે. જેને ગૃહમાં રજૂ કરવો જોઇએ. જો કે આ મામલે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે આ મામલે પોઇન્ટ ઓફ ઓડર ઉઠાવ્યો હતો. નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનું ગૃહમાં નિવેદન હતું કે રિપોર્ટ સરકારની અનુકૂળતાએ ગૃહ માં મુકવામાં આવશે. નીતિન પટેલ આ મામલે રાષ્ટ્રપતિને આપેલા આવેદનપત્ર આવેદનપત્ર નો ઉલ્લેખ કરી સરકારે એમ બી શાહ કમિશન નિમણુંક નો મુદ્દો રજુ કર્યો હતો. તો બીજી તરફ પ્રદીપસિંહ જાડેજા દ્વારા પ્રથમ બેઠકમાં વેલમા ધસી આવેલા સભ્યોને સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. જે બાદ વિરોધ કરનાર 20 જેટલા સભ્યોને પ્રથમ બેઠક માંથી ગૃહમાંથી બહાર કઢવામાં આવ્યા હતા.

English summary
Gujarat Assembly: congress protest On M B Shah Commission Report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X