For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા ચૂંટણી પર ભાજપનો એજન્ડા તૈયાર!

ભાજપે પોતાના ચૂંટણીલક્ષી કાર્યક્રમોની જાહેરાત કરી. જેમાં મસાલ સંઘર્ષ, ત્રિરંગા યાત્રા જેવા વિવિધ મુદ્દાઓ પર થઈ ચર્ચા. આ વિશે વધુ વાંચો અહી.

By Oneindia
|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય કમલમ્ ખાતે વિધાનસભા 2017 ની ચૂંટણીનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન ત્રણ બેઠક થઈ હતી. જેમાં વિવિધ ચૂંટણીલક્ષી કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા હતા. બેઠકની શરૂઆતમાં પૂરની કામગીરીનું રેપોર્ટિંગ થયુ હતું. ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત નવરાત્રી બાદ સંસદીય દાળની બેઠકમાં કરવામાં આવશે અને તે વખતે જ નામોની પસંદગી કરવામાં આવશે તેવું બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સીએમ વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. સાથે જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર બલવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા હતા.

bjp

બીજી બેઠકમાં નર્મદા યાત્રામાં સંગઠનની ભૂમિકા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા યોજનાથી ગુજરાતને થનાર લાભો લોકો સુધી પહોંચાડવા , મસાલ સંધર્ષ, ત્રિરંગ યાત્રા, લોક ઉપયોગી કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક જેમાં 182 વિધાનસભાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ત્રીજી બેઠક વિસ્તારકો માટે યોજાશે. જેમાં વિસ્તારકો દ્વારા વિધાનસભામાં બુથવાઈઝ કરેલા રિપોર્ટ, રિપોર્ટમાં કાર્યકરોની નારાજગી, બુથની ટીમમાં થઇ રહેલા વિલંબ બાબતે ચર્ચા કરવામાં આવશે.

bjp

ત્યારે BJPનો ચૂંટણી લક્ષી કાર્યક્રમ શું છે તે અંગે વિગતવાર જાણો અહીં...

સપ્ટેમ્બરમાં યુવા મોર્ચા, મહિલા મોર્ચા એન્ડ બકહીપન્ચ મોર્ચાનું સંમેલન

3 સપ્ટેમ્બર મીડિયા વર્કશોપ, સોશિયલ મીડિયા વર્કશોપ

6 થી 15 સપ્ટેમ્બર સરકાર દ્વારા નર્મદા યાત્રાનું આયોજન

17 સપ્ટેમ્બરે નર્મદા યોજનાનું લોકાર્પણ જેમાં પ્રધાનમંત્રી હાજર રહેશે.

1 ઓક્ટબર થી પ્રવાસ યાત્રા દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ.

બેસ્ટ વર્ષે 182 વિધાનસભા બેઠક દીઠ સ્નેહમિલન સંમેલન.

11 સપ્ટેમ્બર દિગ્વિજય દિવસ

25 સપ્ટેમ્બરે પંડિત દિનદાયલ ઉપાધ્યાયની જન્મ જયંતિ.

11 ઓક્ટોબર નાનજી દેહમુખ શતાબ્દી વર્ષ.

English summary
Gujarat Assembly election 2017: BJP announces its election campaign details. Read here more details on this news.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X