For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભામાં આજે હંગામા બાદ કોંગ્રેસના તમામ સભ્યોને કરાયા સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભામાં ગુરુવારે પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયો હંગામો. કોંગ્રેસના તમામ નેતાને એક દિવસ માટે કરવામાં આવ્યા સસ્પેન્ડ.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

આજે પણ ગુજરાત વિધાનસભા નું સત્ર હંગામા ભેર રહ્યું. સત્રની શરૂઆતમાં જ શાસક પક્ષ અને વિપક્ષે સામ-સામે સુત્રોચ્ચાર કર્યા હતા. જે બાદ કોંગ્રેસ ના તમામ સભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે કોંગ્રેસ દ્વારા જસ્ટિસ એમ.બી.શાહ કમિશન અંગે પ્રશ્નોતરી સમયે હંગામો કરવામાં આવ્યો હતો.

gujarat assembley

નોંધનીય છે કે વિધાનસભામાં મંગળવારે દેવગઢ બારિયાના બાળકીઓ પર થયેલા બળાત્કાર મામલે કોંગ્રેસના અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ તેમને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ પછી પરેશ ધાનાણીએ વિધાનસભા ગૃહની બહાર જ પગથિયા પર ઉપવાસ કરવા બેસી ગયા હતા. જે બાદ તે સાંજે અધ્યક્ષે તેમનું સસ્પેન્શન રદ્દ કર્યું હતું. આ મામલે પણ કોંગ્રેસે આજે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે પણ કોંગ્રેસના તમામ સભ્યાને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવતા કોંગ્રેસે આ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

English summary
Gujarat Assembly: Speaker suspended all Congress leader for one day.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X