ગુજરાત એટીએસ દ્વારા ISIS સાથે જોડાયેલા સંદિગ્ધોની ધરપકડ

ગુજરાત એટીએસ દ્વારા ISIS સાથે જોડાયેલા સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. ગન પાવડર અને જેહાદી સાહિત્ય કર્યું કબજે.

Subscribe to Oneindia News

શનિવારે મોડી રાતે ગુજરાતના આતંકવાદી નિવારણ સ્ક્વોડ(એટીએસ) દ્વારા બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ તથાકથિત રીતે ઇસ્લામિક સ્ટેટ(ISIS) સાથે જોડાયેલાં છે. આ બે શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ રાજકોટ અને ભાવનગર થી કરવામાં આવી છે.

છેલ્લા ઘણા સમયથી ATSની નજર હેઠળ હતા આરોપીઓ

ગુજરાત એટીએસના ડિપ્ટી એસપી કે.કે.પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 18 મહિનાથી આ બંન્ને શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. તેમની પર આરોપ છે કે, તેઓ આઇએસઆઇએસ થી ફેસબૂક, ટ્વીટર અને ટેલિગ્રામના એક ઇન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ સાથે જોડાયેલા હતા. આ બંન્ને વ્યક્તિઓ પર લાંબા સમય સુધી નજર રાખ્યા બાદ એટીએસને જાણકારી મળી હતી કે, તેઓ નજીકના ભવિષ્યમાં કોઇ વૉલ્ફ અટેક કરવાની તૈયારી કરતા હતા. તેમણે કહ્યું કે, બંન્ને વ્યક્તિઓ એક બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજનાના છેલ્લા તબક્કામાં હતા અને આગલા બે દિવસની અંદર તેઓ હુમલો કરવાના હતા.

રાતે 12 વાગે કરી હતી રેડ

એટીએસ એ આ બંન્ને શંકાસ્પદોની ધરપકડ કરવા માટે રાજકોટ અને ભાવનગરમાં બે ટીમો બનાવવામાં આવી હતી. આ બંન્ને ટીમે શનિવારે રાતે 12 વાગ્યે ભાવનગર અને રાજકોટમાં એકસાથે રેડ કરી હતી. આ ટીમને તેમની પાસેથી સાદા બોમ્બ, ગન પાવડર, માસ્ક, રેઇનબો છકી, કુહાડી મોબાઇલ ફોન, કોમ્પ્યૂટર અને જેહાદી સાહિત્ય મળી આવ્યું છે. તેમના મોબાઇલ અને કોમ્પ્યૂટરમાંથી બોમ્બ બનાવવાની ટેકિનક, દાબિક નામના મેગેઝિનની 8 આવૃત્તિઓ, મુફ્તીના ભાષણની 170થી વધુ ફાઇલો, વેપન ટ્રેનિંગનું મોડ્યૂલ મળી આવ્યા હતા.

સગા ભાઇઓ છે આ આરોપીઓ

આ બંન્ને શંકાસ્પદ વ્યક્તિઓના નામ છે વસીમ અને નઇમ રમોદિયા છે. તેમના પિતા આરિફ રમોદિયા ડોમેસ્ટિક ક્રિકેટ એમ્પાયર હતા, જેઓ હાલમાં જ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાંથી નિવૃત્ત થયા છે. તેમનો પરિવાર રાજકોટના નહેરુનગર વિસ્તારમાં રહે છે. આરિફ રમોદિયાને અંદાજ પણ નહોતો કે તેમના બંન્ને પુત્રો કટ્ટરવાદના પંથે ચડીને આંતકી હુમલો કરવાની ફિરાકમાં હતા. આ મામલે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ચોટીલા મંદિર હતું નિશાના પર

આ બંન્ને ભાઇઓ કોમ્પ્યૂટર એક્સપર્ટ છે, એકે BCA અને એકે MCA ની ડીગ્રી હાંસલ કરી છે. આ બંન્ને ઇન્ટરનેટના માધ્યમથી વર્ષ 2015થી આઇએસઆઇએસ ના સંપર્કમાં હોવાની માહિતી મળી છે. બિગ કેટ નામના આઇએસ હેનડલર પાસેથી તેઓ સૂચનાઓ લેતા હતા. તેમનું ટાર્ગેટ ચોટીલ મંદિર હતું અને તેઓ બે દિવસની અંદર બોમ્બ બનાવી ત્યાં બ્લાસ્ટ કરવાની યોજના બનાવી રહ્યાં હતા. આ પહેલાં આરોપીઓએ ચોટિલા મંદિરની રેકી પણ કરી હતી.

વસીમને રાજકોટથી અમદાવાદ ATS ખાતે લવાયો

વસીમ અને નઇમની આઇએસઆઇએસ હેન્ડલર સાથેની વાતચીતની ક્લિપ પણ પોલીસને હાથ લાગી છે. આ સમગ્ર ઘટનામાં વસીમની પત્ની પણ સંડાવાયેલી હોવાની શંકા છે. હાલ વસીમને રાજકોટથી અમદાવાદ ATS ખાતે લાવવામાં આવ્યો છે. આ ધરપકડ બાદ ભાવનગર, રાજકોટ તથા સોમનાથ મંદિરની સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.

English summary
Gujarat ATS arrests suspected ISIS operatives.
Please Wait while comments are loading...