For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ધોરણ 10નું 68.24 ટકા પરિણામ આવ્યું, છોકરીઓ છવાઇ ગઇ

ધોરણ 10નું પરિણામ કેટલું આવ્યું, કેવી રીતે આ પરિણામ ઓનલાઇન જોવું અને અમદાવાદમાં કોણ ટોપમાં આવ્યું આ તમામ વિગતો વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતે 11 લાખ 2 હજાર 625 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને કુલ પરિણામ 68.24 ટકા આવ્યું છે. જો તમે પણ ઓનલાઇન આ પરીક્ષાનું પરિણામ જોવા માંગો છો તો www.gseb.org પર લોગ ઇન કરીને ઓનલાઇન આ પરિણામ જાણી શકો છો. 99.92 પર્સન્ટાઇલ સાથે અમદાવાદનો માલવ ગોહિલ ટોપ આવ્યો છે. તો બીજા નંબર શાશ્વત મહેતા અને ત્રીજા નંબરે અદિતી ગાંધી અમદાવાદમાં ટોપ રહ્યા છે. જેમને અનુક્રમે 99.85 અને 99.60 પર્સન્ટાઇલ આવ્યા છે.

standard 10

ઉલ્લેખનીય છે કે આ પરિણામોમાં સુરત જિલ્લાનું પરિણામ સૌથી વધુ આવ્યું છે. સુરત જિલ્લાનું આ વખતનું પરિણામ 79 ટકા આવ્યું છે. તો લાંબડિયા કેન્દ્રનું પરિણામ 10.50 ટકા સાથે રાજ્યમાં સૌથી ઓછું પરિણામ આવ્યું છે. છોકરીઓએ આ વખતે પણ બાજી મારી છે અને છોકરાઓ કરતા વધુ પરિણામ લાવી છે. સાથે અંગ્રેજી માધ્યમના પરિણામો પણ સારા આવ્યા છે. આ સાથે જ પરિણામ જાહેર થતા વાલી અને વિદ્યાર્થીઓના ચહેરા પર ક્યાંક ખુશી તો ક્યાંક દુખ જોવા મળ્યા હતા.

English summary
Gujarat Board SSC Class 10 Results Have Been Declared. Read here who is topper in this exam.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X