For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત બજેટ 2017: ખેડૂતોની સબસીડીમાં 20% વધારો

ગુજરાત બજેટ 2017. આ વખતના બજેટમાંથી કૃષિ ક્ષેત્રને શું મળ્યું? જાણો અહીં.

By Oneindia
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ગૃહના બજેટ સત્ર નો 20 ફેબ્રુઆરી, 2017 થી પ્રારંભ થયો છે, 31 માર્ચ, 2017 સુધી ચાલનારા આ બજેટ સત્રના 26 દિવસો દરમિયાન કુલ 28 બેઠકો મળશે.

ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલે આજે મંગળવારના રોજ વર્ષ 2017-18 માટે બજેટ રજૂ કર્યું છે. આ વખતના બજેટમાંથી કૃષિ સહકાર વિભાગ માટે કઇ કેટલી સુવિધાઓ માટે ફાળવણી કરવામાં આવી છે, એ અંગે વિગતવાર માહિતી મેળવો અહીં..

agriculture
  • રાજ્ય સરકાર દ્રારા કૃષિ સહકાર વિભાગનું નામ બદલી કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ કરવામાં આવ્યું.
  • કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે 6 હજાર 400 કરોડની જોગવાઈ, ગત વર્ષ કરતાં 608 કરોડ વધારાયા
  • ઓર્ગેનિક કૃષિ યુનિ. સ્થાપવા માટે 82 કરોડની જોગવાઈ
  • રાજ્યના નાના અને મોટા ખેડૂતોને મળતી સબસીડીમાં 20 ટકાનો વધારો, સબસીડી 50 ટકાથી વધારી 70 ટકા કરાઈ
  • એસસી અને એસટીના ખેડૂતોની સબસીડી 75 ટકાથી વધારી 85 ટકા કરાઈ
  • સબસીડી માટે 313 કરોડની જોગવા
  • ખેતર ફરતે તારની ફેન્સીંગ વાડ બાંધવા માટે 200 કરોડની જોગવાઈ
  • 14 લાખ ખેડૂતોને 1 ટકા વ્યાજે પાક ધિરાણ લોન આપવા 500 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને રૂપે ડેબીટ કાર્ડ આપવા માટે 80 કરોડની જોગવાઈ
  • 13 લાખ ખેડૂતોના પાક વીમા માટે 476 કરોડની જોગવાઈ
  • અનાજ, કઠોળ અને શાકભાજી માટે નિમ્નતમ સહાય કિંમતો નક્કી કરવા પ્રાઈઝ સ્ટેબીલીટી ફંડ ઉભું કરાશે
  • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ 365 કરોડની જોગવાઈ
  • ખાતર, બીજ અને કૃષિ પેદાશની સંગ્રહ ક્ષમતા વધારવા 126 કરોડની જોગવાઈ
  • જમીનમાં પાણીનો સંગ્રહ કરવા અને ભેજનું પ્રમાણ વધારવા 547 કરોડની જોગવાઈ
  • ખેત ઓજારો અને યંત્રોની સહાય આપવા 418 કરોડની જોગવાઈ
  • ટ્રેકટર ખરીદી માટે 24 હજાર ખેડૂતોને સહાય
  • 1 હજાર ખેડૂતોને એગ્રો પ્રોસેસિંગ માટે સહાય
  • એપીએમસી ખાતે 50 ગોડાઉન અને કૃષિ ધિરાણ સેવા મંડળી ખાતે 1000 ગોડાઉન બાંધવામાં આવશે
  • ડેરી ક્ષેત્રને સહાય પુરી પાડવા 38 કરોડની જોગવાઈ
  • ગૌધનના સંવર્ધન માટે 88.42 કરોડની જોગવાઈ
  • કરૂણા એનિમલ ઈમરજન્સી કેર માટે 8 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે
  • 73 નવા પશુ દવાખાના બાંધવામાં આવશે
  • મત્સ્યઉદ્યોગને આધુનિક અને લાભદાયક કરવા વિશેષ પેકેજ
  • માછીમારોને રાહતદરે કેરોસીન પુરૂં પાડવા માટે 22.50 કરોડની જોગવાઈ
English summary
Gujarat Budget 2017. Whats in there for Agriculture Sector in this years budget? Read every detail here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X