For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધીના ગુડ આફટર શોક, નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ છે આગળ

નોટબંધીથી ભાજપને થયો ફાયદો, નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ છે આગળ. જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં ભાજપની જીત થઇ.

|
Google Oneindia Gujarati News

લાગે છે કે નોટબંધીની અસર ભાજપને ફળી છે નોટબંધીના બાદ થયેલી નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપ આગળ છે અને ઘણી બેઠકોમાં તો ભાજપના ઉમેદવારોને જીત પ્રાપ્ત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દ્વારકાના ઓખામાં ઓખા નગર પાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. ઓખા નગર પાલિકાની વોર્ડ નંબર ત્રણની એક બેઠક માટે થયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારે જીત મેળવી છે.

Gujarat civic poll

તો ગોંડલ તાલુકા પંચાયતના પરિણામો સામે આવવાના શરૂ થયા છે. જેમાં ગોંડલ પંચાયતની 22 બેઠકોમાંથી નવ બેઠક પર ભાજપની જીત થઈ છે. અને અન્ય એક બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. વિરમગામ તાલુકા પંચાયતની એક બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. તાલુકા પંચાયતની થોરી-થાંભા ગામની બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં આઝાદી બાદ પ્રથમ વખત ભાજપનો ભગવો લહેરાયો છે.

gujarat election

જ્યારે વાપીની 11 વોર્ડની 44 બેઠકોમાંથી 41 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. જ્યારે વોર્ડ નંબર છમાં ત્રણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા છે. સાબરકાંઠા જિલ્લાનાં પ્રાંતિજ નગરપાલિકાની પેટા ચુંટણીમાં વોર્ડ નં-6 ની પેટા ચૂટણીમાં ભાજપની જીત થઈ છે. આ બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર લક્ષ્મીબેન મનુસિંહ રાઠોડને મેદાને ઉતાર્યા હતા. જેમણે 211 મતો સાથે તેમણે જીત મેળવી છે

gujarat election

મોટા બાગે ભાજપના ઉમેદવારો જીતતા ભાજપ કાર્યકરોએ ઠેર ઠેર ઢોલ નગારા વગાડીને તથા ઉમેદવારોને ફૂલહાર પહેરાવીને વધાવી લીધા હતાઉપલેટા નગરપાલિકા નાં વોર્ડ no. 10 ની પેટા ચૂંટણીમાં પણ ભાજપનાં ઉમેદવાર દાનભાઈ ચંદ્રવાડિયાએ જીત મેળવેલ છે દાનભાઈ ચંદ્રવાડિયા તેનાં હરીફ ઉમેદવાર થિ ૧૪૭૭ મત જેટલી સરસાઈથી આગળ નીકળી ને જીત મેળવેલ છે. કનકપુર કંસાલ નગરપાલિકામાં પણ કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. કુલ ૨૮ બેઠકો પૈકી ૨૭ ભાજપ , ૦૧ કોંગ્રેસને ફાળે ગઇ છે.

gujarat election

નોંધનીય છે કે અગાઉ ૨૧ બેઠકો પૈકી ભાજપની ૧૧ હતી ૧૦ કોંગ્રેસ. ત્યારે આ વખતે ખાલી સમ ખાવા કોંગ્રેસને ૧ બેઠક મળી . વધુમાં કડી જિલ્લા પંચાયતની મધ્યસત્ર ચૂંટણીમાં ડાંગરવા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર નિરૂબા દિલીપસિંહ ડાભી 1439 મતોથી વિજયી થયા છે.

English summary
Gujarat civic poll results, demonetization is beneficial to BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X