For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરતસિંહ સોલંકી સહિત 4 કોંગી નેતા દિલ્હીમાં હાઇકમાન્ડને મળશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ને લઈ કોંગ્રેસ આવી હરકતમા.આજે સોનિયા ગાંધી સાથે ગુજરાત કોંગ્રસના નેતાઓ કરશે મુલાકાત.

By Staff
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 3 મહિના જેટલો જ સમય બાકી છે, ત્યારે કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. જેના ભાગરૂપે બુધવારે ભરતસિંહ સોલંકી સહિતના ચાર નેતા કોંગ્રેસ હાઈ કમાન્ડને મળવા માટે દિલ્હી જશે. તેમજ રાજયસભાની ચૂંટણીમાં પક્ષને વફાદાર 43 ધારાસભ્યો ને પણ સોનિયા ગાંધી મળશે. જેથી આગામી દિવસોમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ગુજરાતના 43 ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરશે.

Bharatsnih

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને બરાબરની ટક્કર આપ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલને હરાવવા માટે ભાજપના અધ્યક્ષ અમિત શાહે બધાય પ્રયત્નો કરી જોયા હતા, તો પણ તેઓ રાજ્યસભાની 3 સીટ જીતવામાં સફળ થાઈ શક્યા નહિ.

ભાજપે કરેલા આંતરિક સર્વેમાં ભાજપને 95 સીટ મળતી હોવાનું સામે આવ્યું છે. તેથી ભાજપ હાલ ચૂંટણી મોડમાં નથી. કેમ કે ભાજપ 150 ના લક્ષ્યાંક સાથે વિધાનસભાની ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે ભાજપના આંતરિક સર્વેએ ભાજપના નેતાઓને દોડતા કરી મુક્યા છે.

English summary
Gujarat Congress Chief Bharatsinh Solanki will meet congress High Command Sonia Gandhi at Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X