For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની જનઆક્રોશ રેલી, શંકરસિંહ વાઘેલાની અટકાયત

|
Google Oneindia Gujarati News

પાટનગર ગાંધીનગરમાં કોંગ્રેસની રેલી ઘર્ષણની રેલી બની ગઈ હતી અને પોલીસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકર સિંહની અટકાયત કરી હતી. જોકે તેમ છતાં કોંગ્રેસને મોટી સફળતા મળી હતી અને કોંગ્રેસના કાર્યકરો ગૃહને ઘેરવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસ મંજૂરી વિના કાઠેલી રેલી ઘર્ષણમય બનતા પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે હાથાફાઇ થઇ હતી.

પોલીસે ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો. પોલીસે દિગ્ગજ કોંગી નેતા શંકર સિંહ વાઘેલા સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કાર્યકરો જ્યારે વિધાનસભા તરફ કૂચ કરી રહ્યા હતા ત્યારે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું તો હજુ પણ કોંગ્રેસના કાર્યકરો વિધાનસભા તરફ આગે કૂચ કરી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.

ત્યારે આ આખો મુદ્દો કેવી રીતે શરૂ થયો અને ગૃહમાં કેવા કેવા આક્ષેપ પ્રતિ આક્ષેપ લાગ્યા તેવી તમામ વિસ્તૃત માહિતી માટે વાંચો અહીં.....

વિધાનસભાનું સત્ર બન્યું તોફાની

વિધાનસભાનું સત્ર બન્યું તોફાની

ગુજરાત વિધાનસભાના ચોમાસુંસત્રના ટૂંકા સત્રનો આજે બીજો અને છેલ્લો દિવસ ભારે ધમાલભર્યો બની રહ્યો હતો. ગૃહમાં વિપક્ષના સભ્યોએ દલિતો પરના અત્યાર મુદ્દે હંગામો કર્યો હતો. વિપક્ષના સભ્યોએ ગૃહમાં બેનરો દર્શાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ કોંગ્રેસના સભ્યોએ બંગડીઓ ફેંકતા માહોલ ગરમાયો હતો અને કોંગ્રેસીઓ અધ્યક્ષની નજીકની વેલમાં ધસી જતા સ્પીકર રમણલાલ વોરાએ 44 વિપક્ષીઓને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા.

ગૃહમાં લાગ્યા નારા

ગૃહમાં લાગ્યા નારા

તો કોંગ્રેસીઓએ 'દલિત વિરોધી સરકાર નહીં ચલેગી'ના નારા લગા વ્યા હતા. અને અધ્યક્ષના આદેશને અવગણી ગૃહની બહાર જવાની ના પાડતા સાર્જન્ટો દ્વારા ટિંગાટોળી કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.

ગુજરાત મોડેલ

ગુજરાત મોડેલ

ગૃહમાં ઉના દલિત એકતા યાત્રા ઉપર થયેલા પથ્થરમારાના મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્ય રાઘવજી પટેલે તાકીદની જાહેર અગત્યની બાબત રજૂ કરી રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કાયદો વ્યવસ્થા ખાડે ગઇ હોવાનો આક્રોશ વ્યક્ત કરી દલિતોના મામલે સરકાર અસંવેદનશીલ હોવાનો આક્ષેપ કર્યો હતો.

મને રોકોશો તો એટ્રોસિટીની ફરિયાદ કરીશ

મને રોકોશો તો એટ્રોસિટીની ફરિયાદ કરીશ

તો દલિત અત્યાચાર મુદ્દે ગૃહમાં મણીભાઈ વાઘેલા બોલી રહ્યાં હતા ત્યારે મંત્રી જયંતિભાઈ કવાડિયાએ દલીલો કરવાનો પ્રયાસ કરતાં ઉગ્ર થયેલા મણીભાઈએ ચીમકી આપી હતી કે જયંતિભાઈ તમે મને ડિસ્ટર્બ કરશો તો હું એટ્રોસિટીની ફરિયાદ કરીશ. હું દલિતોની વાત કરતો હોઉં ત્યારે મને ડિસ્ટર્બ કરવો નહીં.

જનઆક્રોશ રેલી

જનઆક્રોશ રેલી

પાટનગર ગાંધીનગરમાં કોંગ્રેસની રેલી ઘર્ષણની રેલી બની ગઈ હતી અને પોલીસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શંકર સિંહની અટકાયત કરી હતી. જોકે તેમ છતાં કોંગ્રેસને મોટી સફળતા મળી હતી અને કોંગ્રેસના કાર્યકરો ગૃહને ઘેરવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસ મંજૂરી વિના કાઠેલી રેલી ઘર્ષણમય બનતા પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે હાથાફાઇ થઇ હતી.પોલીસે ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો.

શંકરસિંહ વાધેલા સહિતની અટક

શંકરસિંહ વાધેલા સહિતની અટક

પોલીસે દિગ્ગજ કોંગી નેતા શંકર સિંહ વાઘેલા સહિતના અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અને અનેક કોંગ્રેસીઓને પોલિસની માર ખાવી પડી હતી. તો પાલિતાણાના ધારાસભ્યને પણ ધર્ષણબાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પોલિસ વ્યવસ્થા

પોલિસ વ્યવસ્થા

આ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા 2 કંપની એસઆરપી સહિત કુલ 500 જેટલી પોલીસ સ્થિતીને સંભાળવા તૈનાત કરાઈ છે. જયારે સમગ્ર કાર્યક્રમ પર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસનું સુપર વિઝન રહેશે. 1500થી 2000 જેટલો પોલીસ કાફલો તહેનાત કરાયો છે. DCP, DySP સહિતની ટીમ વજ્ર, વરુણ પણ હાજર છે.

English summary
Gujarat Congress To Hold 'Jan Aakrosh' Rally. Know the latest news about it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X